Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પાઠ્ય પુસ્તકમાંથી ‘વનવાસી’ ની જગ્યાએ આદિવાસી શબ્દનો ઉપયોગ કરો :ધારાસભ્ય છોટુ વસાવાની સીએમ રૂપાણીને રજૂઆત

વનવાસી શબ્દનું ખોટું અર્થઘટન કરી આદિવાસીઓના બંધારણીય હકોને હસ્તાન્તરણ કરવાનું ષડ્યંત્

રાજપીપળા: ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમના આદિવાસીઓ સહિત દેશના આદિવાસીઓ માટે ઘણી લડત લડી રહ્યા છે. ગુજરાત રાજય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા ધોરણ 7 ની સમાજવિદ્યા વિષયનું નવું પુસ્તક બહાર પાડવામા આવ્યુ છે. તેમાં “વનવાસી” શબ્દનો ઉપયોગ કરેલ છે. એ મામલે આદિવાસી નેતાઓએ સીએમ રૂપાણીને ફરિયાદ કરી “વનવાસી” ની જગ્યાએ આદિવાસી શબ્દનો પ્રયોગ કરવા રજૂઆત કરી છે.

આ અંગે છોટુભાઈ વસાવાના જણાવ્યા મુજબ, બંધારણમાં આદિવાસીઓ માટે મૂળ નિવાસી પ્રયોજન છે. કેટલાક લોકો દ્વારા આદિવાસી શબ્દની જગ્યાએ વનવાસી શબ્દ પયોગ કરવાની શરૂઆત કરાઈ છે, જે ખરેખર આદીવાસીઓના બંધારણીય હિતોને નુક્સાન કરે છે. વનવાસી શબ્દનું ખોટું અર્થઘટન કરી આદિવાસીઓના બંધારણીય હકોને હસ્તાન્તરણ કરવાનું ષડ્યંત્ર ચલાવાઈ રહ્યું છે.આવા શબ્દપ્રયોગ રાજ્યની શાંતિ અને સલામતી માટે પડકાર રૂપ બને, સંઘર્ષના સ્વરૂપનું નિર્માણ ન થાય એ માટે આદિવાસી શબ્દને બદલે વનવાસી શબ્દપ્રયોગને નાબૂદ કરવા યોગ્ય કાર્યવાહી થાય એવી મારી માંગ છે.

(11:14 am IST)