Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો :સગીર સહીત બે શખ્શોની ધરપકડ

સગીરે ગુસ્સામા યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી.

અમદાવાદમા દોઢ વર્ષ પહેલા થયેલી યુવાનની હત્યા થઈ હતી. એક સગીરે ગુસ્સામા યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી. અત્યાર સુધી આ હત્યાનો ભેદ ઉકેલાયો ન હતો પરંતુ હાલ ખોખરા પોલીસે હત્યા કરનાર સગીર સહિત બે વ્યકિતની ધરપકડ કરી છે અને સાથે સાથે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરીની શોધખોળ શરૂ કરી છે.

   ખોખરામાં રહેતો 26 વર્ષીય ગૌરાંગ મકવાણા નામનો યુવાન હાટકેશ્વર બ્રિજ નીચેથી પસાર થઈ રહયો હતો ત્યારે હત્યારો તેનો મિત્ર વિજય વણકર સાથે ગૌરાંગ પોતાના મોબાઈલમાં ખોવાયેલા હતા. મેસેજ વાંચી રહયા હતા. આ દરમ્યાન બન્ને એકબીજા સાથે ટકરાયા. ગૌરાંગે કહયુ જોઈને ચાલ આવી નજીવી વાત પર બન્ને વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડો એટલો ઉગ્ર હતો કે સગીરે તેની પાસે રહેલી છરી ગૌરાંગને ઝીંકી દીધી. જેના કારણે ગૌરાંગનુ મોત નિપજયુ હતું.

(12:03 am IST)
  • મમતા બેનર્જીની મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ઓફર માત્ર નાટક છે :ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું કે મુખ્યમંત્રીપદ છોડવાની વાત માત્ર નાટકબાજી છે :મમતા બેનર્જી ક્યારેય મુખ્યમંત્રી પદ છોડશે નહીં :મુકુલ રોયે એમ પણ કહ્યું કે મમતા બેનર્જીને સતાનો આનંદ લેવાની લાલસા છે access_time 1:21 am IST

  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ;ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 11:09 am IST

  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST