Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 12 ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાયા : મુસાફરોએ ટર્મિનલમાં બેસી રહેવુ પડ્યું

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 12 ફલાઇટોના શેડ્યુલ ખોરવાતા ભારે હાલાકીને સામનો કરવો પડ્યો હતો, જેમાં બે આંતરરાષ્ટ્રીય ફલાઇટનો પણ સમાવેશ થાય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ફલાઇટો મોડી પડવાની પરંપરા યથાવત રહી હતી.

    અમદાવાદથી મુંબઇ, દિલ્હી, દુબઇ, ચેન્નાઇ, દેહરાદુન, બેંગ્લુરૂ, પુને, વારાણસી, શીલીગુરી સહિતની ફલાઇટો દોઢ કલાક સુધી મોડી પડી હતી જેના કારણે મુસાફરોને ભારે અવ્યવસ્થા ભોગવવી પડી હતી. અમદાવાદથી દુબઇ જતી એમિરેટસની ફલાઇટ સવારે 4:25ના બદલે 5:12 કલાકે અન્ય દુબઇની ફલાઇટ સવારે 9:35ના બદલે 10:40 ઉપરાંત ગો એરની સવારે 9:30ના બદલે 10:31 વાગે ઇન્ડિગોની બેંગ્લુરૂની ફલાઇટ 5:05ના બદલે 6:29 વાગે રવાના થઇ હતી.

આમ 13 ફલાઇટો મોડી પડતા મુસાફરોએ ટર્મિનલમાં જ બેસી રહેવુ પડ્યુ હતુ અન્ય ટ્રુ જેટની નાસિકની ફલાઇટ 2:50ના બદલે 5:51 વાગે રવાના થઇ હતી જો કે આ ફલાઇટ ચાર કલાક મોડી પડતા આગળના શેડ્યુલ પણ ડીલે થયા હતા.

(11:59 pm IST)