Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

સુરત અગ્નિકાંડ:મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરાયા:ભાર્ગવ બુટાણીને બે દિવસના રિમાન્ડ

સીઓ.આર અને ઈમ્પેક્ટ ફીની વિસંગતતા મામલે તેમને સસ્પેન્ડ

 સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના આગકાંડમાં 22 નિર્દોષ જીંદગીઓ હોમાઈ ગઈ છે આગકાંડના માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ઘટનામાં અગાઉ ફાયરના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતાં અને આજે સુરત મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત તક્ષશિલા આર્કેડમાં આવેલા નાટા ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીને પણ સુરત પોલીસ ક્રાઈમ બ્રાન્ચે સુરત જીલ્લા કોર્ટમાં રજુ કર્યો. તેના 10 દિવસના રિમાન્ડની માગણી થઈ હતી પરંતુ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં. 

 મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરાયા છે. સીઓ.આર અને ઈમ્પેક્ટ ફીની વિસંગતતા મામલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિનુ પરમાર હાલ ઉધના ઝોનમાં ફરજ બજાવી રહ્યાં હતાં.

(11:06 pm IST)
  • દાભોલકર હત્યાકાંડ :સીબીઆઈ દ્વારા બચાવપક્ષના વકીલ સહીત અન્ય એક વ્યક્તિની ધરપકડ : સીબીઆઈએ નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડના કેટલાક આરોપનો બચાવ કરતા વકીલની ધરપકડ કરી ; અન્ય એક શખ્શને પણ ઝડપી લીધો access_time 12:48 am IST

  • છીંદવાડાની ભાવના માઉન્ટ એવરેસ્ટ સર કરનારી મધ્યપ્રદેશની પ્રથમ મહિલા બની :ભાવના દેહરીયાએ વિશ્વની સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળી મધ્યપ્રદેશની પહેલી મહિલા બની access_time 1:21 am IST

  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST