Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

અમદાવાદ : હવે પારો ૪૩ પહોંચી જતા એલર્ટ ઘોષિત

અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ પારો ૪૩ : હિટવેવ ચેતવણી જારી ન થઈ પરંતુ લોકો સાવધાન થયા

અમદાવાદ,તા.૨૬ : અમદાવાદમાં પારો આજે વધીને ૪૩ ડિગ્રી સુધી વધી જતાં એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. આજે રવિવારના દિવસે ગરમીનું પ્રમાણ વધુ વધી ગયું હતું. આવતીકાલે પણ મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૩ ડિગ્રી સુધી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. આગઝરતી ગરમીના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આજે રવિવારના હોવાના કારણે રજાના દિવસે લોકો ઘરની બહાર નિકળ્યા ન હતા અને ગરમીથી બચવાના પ્રયાસ કર્યા હતા. અમદાવાદ ઉપરાંત આજે સુરેન્દ્રનગરમાં પારો ૪૩ સુધી પહોંચી ગયો હતો. તીવ્ર ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો અકબંધ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એલર્ટની જાહેરાત પણ ગરમીના કારણે સાવચેતીના પગલારુપે કરવામાં આવી છે. જો કે, ઉંચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી ન થતાં તંત્રએ રાહત અનુભવી છે. હાલમાં હવામાનમાં પલટા વચ્ચે કેટલીક જગ્યાઓએ કમોસમી વરસાદ થયો હતો. ગરમીમાં હજુ કોઇ ઘટાડો થવાના  સંકેતો નથી. તીવ્ર ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં મોટાભાગના રસ્તાઓ સુમસામ દેખાયા હતા. જરૂરી કામ હોવાથી જ લોકો બહાર નિકળ્યા હતા. આજે રવિવારના દિવસે બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાતા તેની ચર્ચા લોકોમાં રહી હતી. બીજી બાજુ તંત્રએ તીવ્ર ગરમીને ટાળવા માટેની ચેતવણી સામાન્ય લોકો માટે જારી કરી છે. જેથી લોકો પણ સાવચેત થયા છે. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું  ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જોરદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. પારો ૪૩થી ઉપર પહોંચી ગયો છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. અમદાવાદમાં આજે પારો ૪૩ સુધી પહોંચતા બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. ગરમીનું પ્રમાણ હાલ અકબંધ રહી શકે છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૬ : રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ...................................................... ૪૩

ડિસા............................................................... ૪૨

ગાંધીનગર................................................... ૪૨.૫

વીવીનગર................................................... ૪૧.૩

વડોદરા....................................................... ૪૧.૪

સુરત........................................................... ૩૪.૨

વલસાડ....................................................... ૩૩.૯

અમરેલી............................................................. -

ભાવનગર.................................................... ૩૯.૪

રાજકોટ....................................................... ૪૨.૭

સુરેન્દ્રનગર...................................................... ૪૩

ભુજ................................................................ ૪૦

કંડલા એરપોર્ટ............................................. ૪૨.૬

 

(9:38 pm IST)