Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને દંગારાજથી મુક્ત કરાવ્યું હતું: અમિત શાહ

અમિત શાહે સરકારની સિદ્ધિઓ રજૂ કરી : સુરત અગ્નિકાંડ ઘટનાને યાદ કરીને સંવેદના વ્યક્ત કરી

અમદાવાદ, તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પાર્ટી પ્રમુખ અમિત શાહ પણ વતન રાજ્ય ગુજરાત પહોંચ્યા હતા. અમિત શાહે ખાનપુરમાં ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, દંગારાજનો અંત લાવવામાં આવી ચુક્યો છે. બંગાળ સુધી અવાજ જાય તે રીતે પ્રચંડ અવાજ સાથે જયઘોષ કરવા લોકોને અપીલ કરી હતી. અમદાવાદમાં ખાનપુરમાં એજ કચેરી છે જ્યાં પ્રથમ વખત ભાજપ દ્વારા સ્થાનિક ચૂંટણી જીતવામાં આવી હતી અને નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા. મોદીએ અહીંથી જ તેમની યાત્રા શરૂ કરી હતી. અમિત શાહે સુરત અગ્નિકાંડમાં માર્યા ગયેલા બાળકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, મોદીએ ગુજરાતમાં રમખાણોથી રાજ્યને મુક્ત કરાવ્યું હતું. તે પહેલા ગુજરાતમાં જળસંકટની પણ સ્થિતિ રહી હતી. જળસંકટને પણ ઉકેલવામાં ત્યારબાદ સફળતા મળી હતી. કોઇ સમયે ગુજરાતમાં લોકોને માર્ગોમાં નિકળવામાં ભય લાગતો હતો પરંતુ મોદીએ ગુજરાતમાં ચારેબાજુ સુંદર રસ્તા બનાવ્યા હતા. મહિલાઓ માટે શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉજ્જવલા યોજના મારફતે રસોઇ ગેસ પહોંચાડવામાં સફળતા મળી છે. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ત્રાસવાદને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની અંદર ઘુસીને બે-બે વખત ત્રાસવાદીઓને બોધપાઠ ભણાવવામાં આવ્યો હતો. અમિત શાહે પોતાના ટૂંકા સંબોધનમાં ભાજપની શાનદાર જીત બદલ લોકોનો આભાર માન્યો હતો. ગાંધીનગર સીટ પરથી પોતાની જીત બદલ પણ લોકોનો આભાર માન્યો હતો.

 

(9:30 pm IST)
  • સુરત : સરથાણા અગ્નિકાંડ પ્રકરણમાં પોલીસ સ્થાનિક લોકો વચ્ચે મેયરના રાજીનામાને પ્રશ્ને દેકારો પોલીસ દ્વારા મધ્યસ્થી બની મામલો શાંત પાડવાના પ્રયાસ : સ્થાનિકોએ સ્થળ પર ધરણા યોજ્યા access_time 2:52 pm IST

  • ટીએમસીના ધારાસભ્ય શુભ્રાંશુ રોય ભાજપમાં જોડાશે : પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મોટો ઝાટકો લાગશે :મમતા બેનર્જીએ આજે શુભ્રાંશુ રોયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા ;હવે શુભાંશુ રોય કેસરિયો ખેસ ધારણ કરવાની તૈયારીમાં access_time 11:07 am IST

  • દાભોલકર હત્યાકાંડ :સીબીઆઈ દ્વારા બચાવપક્ષના વકીલ સહીત અન્ય એક વ્યક્તિની ધરપકડ : સીબીઆઈએ નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડના કેટલાક આરોપનો બચાવ કરતા વકીલની ધરપકડ કરી ; અન્ય એક શખ્શને પણ ઝડપી લીધો access_time 12:48 am IST