Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

સુરતની કરુણ ઘટનાથી દુવિધામાં હતો કાર્યક્રમમાં સામેલ થવું કે નહી,એકતરફ કર્તવ્ય હતું તો બીજી તરફ કરુણા હતી.

ખાનપુરમાં ભાજપ કાર્યાલયે જનસભા સંબોધતા પીએમ મોદીએ સુરતની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદ ;વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા તેઓએ અમદાવાદમાં ખાનપુર ખાનપુરમાં ભાજપ કાર્યાલયે જનસભાને સંબોધિત કરતા સુરતમાં થયેલી કરુણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે હું આ ઘટનાને લઈને સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.

  પીએમ મોદીએ કહ્યું હતું કે સુરતમાં જે કરુણ ઘટના બની હતી તેનાથી હું ઘણો પરેશાન હતો. આ ઘટના એવી છે જેને સાંભળીને ભલભલામાં હૈયા હચમચી જાય છે. ઇશ્વર મૃતકોના પરિવારોને આ ભયાનક આઘાત સહન કરવાની શક્તિ આપે. ઘણા પરિવારોના ચિરાગ બુઝાઈ ગયા, તેમનો અરમાનો ખાખ થઈ ગયા. જેટલું પણ દુ-ખ વ્યક્ત કરવામાં આવે તે ઓછું છે

સુરતમાં થયેલી કરુણ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કાલથી દુવિધામાં હતો કે આ કાર્યક્રમમાં સામેલ થવું જોઈએ કે નહીં. એક તરફ કર્તવ્ય હતું તો બીજી તરફ કરુણ હતી.

(8:20 pm IST)
  • ધમકીભર્યા ફોનથી કોલકતા એરપોર્ટ પર એલર્ટ :એરલાઇન્સના બેંગુરુ સ્થિત એરપોર્ટ કાર્યલયમાં કોલકતા મટે ઉડાન ભરનાર વિમાનને લઇને ધમકીભર્યો ફોન આવ્યા બાદ કોલકતા એરપોર્ટ પર એલર્ટ access_time 1:23 am IST

  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST

  • ત્રિપુરામાં ભારે વરસાદથી હજારો લોકો બેઘર :એક હજારથી વધુ મકાનોને નુકશાન :એનડીઆરએફની ટીમ રાહત બચાવકાર્યમાં લાગી : 739 લોકોને રાહત શિબિરોમાં શરણ: 358 લોકો ઉંનકોટી જિલ્લાના અને ઉતરી ત્રિપુરાના 381 લોકોએ શિબિરમાં આશરો લીધો access_time 1:19 am IST