Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

હિંમતનગરમાં ફાયર સેફટી વગરના ટ્યુશન ક્લાસીસ બંધ કરાવાયા :અનેકને નોટિસ ફટકારાઇ

હિંમતનગર ;સુરતના અગ્નિકાંડ બાદ હિંમતનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટિમ વહેલી સવારથી જ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા ટ્યુશન કલાસો કે જયાં ફાયર સેફટીના સાધનોનો અભાવ છે તેવા ટ્યુશન કલાસ બંધ કરાવ્યા હતા અને નોટિસ ફટકારી હતી.

વહેલી સવારે ફાયરબ્રિગેડના ફાયર ઓફિસર પ્રતાપ સિંહ દેવડા અને પાલિકા ના અધિકારી સહિત કાફલા સાથે પહોંચી ફાયર સેફ્‌ટી વગરના જુદા-જુદા ટ્યુશન કલાસો બંધ કરાવ્યા હતા. જયારે ખૂણેખાંચરે ચાલતીએ જયાં ઈમરજન્સીના સમયમાં ફાયર બ્રિગેડ પહોંચી શકે તેમ ન હોય. અને ફાયર સેફટીના સાધનો પણ અભાવ હોય તેવી શાળાઓનું શું ? ટ્યુશન કલાસ માં તો માત્ર ગણ્યાગાંઠ્‌યા વિદ્યાર્થીઓ જ આવતા હોય છે. પરંતુ શાળાઓમાં ખુબજ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે આ ઘટનાથી શિખામણ લઇ ફાયર સેફટી સુવિધા વગરની શાળાઓમાં પણ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવી જોઈએ.

(7:09 pm IST)