Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

અરવલ્લી બાયડના અમરાપુર નજીક બે બાઈકની સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત : ર મોત

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમરાપુર ગામ નજીક બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બાઈક પર સવારી કરનાર વ્યક્તિઓ રોડ અને રોડની આજુબાજુમાં વેરવિખેર પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળતા અક્સમાતના પગલે દોડી આવેલા લોકો પણ અકસ્માતના ભયાવહ દ્રશ્યો જોઈ અચંબિત બન્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં ૫ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન એક મહિલા અને યુવકે દમ તોડી દેતા ભારે ગમગીની છવાઈ હતી. અકસ્માતના પગલે દોડી આવેલી બાયડ પોલીસે બંને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

બાયડના અમરાપુર નજીકથી પસાર થતી સુજલામ-સુફલામ કેનાલ નજીક બે બાઈક ભટકાતા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા બાયડના રૂપનગરના ભરતભાઈ માનાભાઈ ખાંટ તેમના પરિવારમાં દીકરીના લગ્ન હોવાથી સમાજના રીતરિવાજ મુજબ તેમના ભત્રીજા હિતેશ કુમાર કાના ભાઈ પરમાર સાથે બાઈક લઈ કપડવંજ તાલુકા મંડાવના મુવાડા ખાતે પાઘડી લઈ ગયા હતા અને બાઈક (ગાડી.નં-GJ 31 K 0727 ) પર પરત ફરી રહ્યા હતા. અમરાપુર સુજલામ સુફલામ કેનાલ નજીક થી પસાર થતા હતા ત્યારે સાઈડ માંથી અચાનક ધસી આવેલી બાઈક (ગાડી.નં-GJ 07 BM 4692 ) ના ચાલકે પૂર ઝડપે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માતમાં ૫ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન ૧)હિતેશ કુમાર કાનાભાઈ પરમાર અને ૨) ભાવના બેન રાજેશ કુમાર સોલંકીનું મોત નીપજ્યું હતું ત્રણ ઈજાગ્રસ્ત લોકોની સ્થિતિ સુધારા પર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

અકસ્માતના પગલે રૂપનગરમાં દીકરીના લગ્નમાં માતમ છવાયો હતો અને ભારે હૈયે પરિવારજનોએ લગ્નપ્રસંગ સાદગીથી આટોપી લીધો હતો. અકસ્માતની ઘટનાની જાણ બાયડ પોલીસને થતા બંને મૃતક ની લાશને પીએમ માટે દવાખાને ખસેડી ભરતભાઈ માનાભાઈ ખાંટ (રહે,રૂપનગર.તા-બાયડ) ની ફરિયાદના આધારે બાઈક (ગાડી.નં-GJ 07 BM 4692 ) ના અજાણ્યા ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(3:57 pm IST)
  • ટીએમસીના ધારાસભ્ય શુભ્રાંશુ રોય ભાજપમાં જોડાશે : પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મોટો ઝાટકો લાગશે :મમતા બેનર્જીએ આજે શુભ્રાંશુ રોયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા ;હવે શુભાંશુ રોય કેસરિયો ખેસ ધારણ કરવાની તૈયારીમાં access_time 11:07 am IST

  • રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડશે તો દક્ષિણમાં કાર્યકર્તાઓ આત્મહત્યા કરશે :કોંગ્રેસનાં સીનિયર નેતા પી.ચિદમ્બરમે રાહુલ ગાંધીને ભાવુક અપીલ કરી,:કોંગ્રેસના કારમાં પરાજય બાદ રાહુલ ગાંધીની રાજીનામાની ઓફરને અતાર્કિક ગણાવી :તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડશે તો દક્ષિણમાં કાર્યકર્તાઓ આત્મહત્યા કરશે access_time 11:09 am IST

  • વડાપ્રધાન મોદીના સેન્ટ્રલ હોલના વક્તવ્યના મુસ્લીમ સંગઠને કર્યા વખાણ :જમિયત ઉલેમા એ હિન્દે પત્ર લખીને વડાપ્રધાન મોદીના અલ્પ સંખ્યક સમાજને લઇને આપેલ નિવેદનના વખાણ કર્યા :પત્રમાં એવી આશા વ્યક્ત કરાઈ છે કે સરકાર અલ્પ સંખ્યકોના શિક્ષણ,સ્વાસ્થ્ય અને રોજગારી પર વિશેષ ધ્યાન આપશે access_time 1:22 am IST