Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

સુરત : સરથાણા અગ્નિકાંડ પ્રકરણમાં પોલીસ સ્થાનિક લોકો વચ્ચે મેયરના રાજીનામાને પ્રશ્ને દેકારો પોલીસ દ્વારા મધ્યસ્થી બની મામલો શાંત પાડવાના પ્રયાસ : સ્થાનિકોએ સ્થળ પર ધરણા યોજ્યા

સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આગની ઘટનામાં મૃત્યુ પામેલા 23 બાળકોને ન્યાય મળી રહે તે માટે કેટલા સામાજિક કાર્યકતાઓ ઘટના સ્થળ પર ધરણા કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે સામાજિક કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાવામાં આવતા સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણમાં દૃશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ પોલીસ હાય હાયના નારાઓ પણ લગાડ્યા હતા.

સામાજિક આગેવાનોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 21-21 નાના ભૂલકાઓ આગમાં હોમાઈ ગયા હોય ગુજરાત સરકાર પાસે અમે ન્યાયની આશા રાખીએ છીએ. એક મેયરની રાજીનામું લો, બે થેન્નારસનને સસ્પેન્ડ કરો, ફાયર બ્રિગેડ અને GEBના અધિકારીઓની તમે ધરપકડ કરો અને જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન 50-50 લાખ રૂપિયાનો મુહાબજો આપે નહીં 4 લાખ અમે શંકરસિંહ બાપુને જનતાની વેદના કીધી અને કોઈ પણ નેતા આવશે તેને આજ ભાષામાં કહેવાનાં છીએ. ન્યાયની ભાષામાં અમે વાત કરીશું, આજે અમે ધરણા કરવાના છીએ સ્થળ પર અને પોલીસ પરમીશન નહીં આપે, તો અમે પોલીસ સ્ટેશનમાં ધરણા કરીશું અને જ્યાં કેશે ત્યાં ધરણા કરીશું. લોકોમાં તમે જોઈ રહ્યા છો કેવો રોષ છે, હું એ રોષને શાંત પાડવા માટેની સરકાર પાસે ડીમાંડ કરું છું કે, તમે આ લોકો પર પગલાં લો કેમ નથી લેતા.

પોલીસ બાબતે જણાવ્યું હતું કે, પોલીસ તો સરકારની ચાકર છે. તેને જે કરવું હોઈ તે કરે અમને ગોળી મારવી હોય તો મારીદે પણ અમને ન્યાય જુએ છે ન્યાય જુએ છે.

મેયર બાબતે જણાવ્યું હતું કે, મેયરના કલાસીસો ચાલે છે, મેયરની સ્કૂલો ચાલે છે, તેને કેમ બંધ નહીં કરવામાં આવતા.

(3:24 pm IST)