Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

વડોદરાઃ પાદરાના મહુવાદ ગામમાં મંદિરના ઉપયોગની ફેસબુક પો‍સ્ટ પર વિવાદ: દંપતિ પર હુમલો કર્યો­

વડોદરાઃ પાદરાના મહુવાદ ગામમાં દલિતો પર અત્યાચારનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક દલિત યુવકે સરકાર દ્વારા દલિતોના લગ્નમાં મંદિરના ઉપયોગની છૂટ મળવી જોઈએ તેવી પોસ્ટ કરી હતી. જે પોસ્ટને લઈને અન્ય કહેવતા ઉચ્ચ જાતીના 200થી વધુ લોકોના ટોળાએ દલિત દંપત્તિના ઘર પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવાયો છે. ઘટનાને લઈને પોલીસે 11 લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે. સાથે જ પોસ્ટ કરનાર દલિત યુવક સામે વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મની વધારવાનો કેસ પણ દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ, તારુલતાબેન મકવાણા નામની દલિત મહિલાએ ભીડ દ્વારા ઘર પર હુમલો કરવા, પથરો મારવા, પતિ પ્રવિણ મકવાણાને માર મારવા અને ધમકાવવાને લઈને વડુ પોલીસ મથકે 11 લોકો અને અજ્ઞાત લોકોના ટોળા સામે ફરિયાદ કરી છે. સાથે જ 200થી વધુ લોકો દ્વારા ઘર પર હુમલો કરાયાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, લાકડી, ડંડા, પાઈપ અને અન્ય હથિયારો લઈને ભીડ તેમના ઘરે પહોંચી હતી અને અમને અપશબ્દો આપવાના શરૂ કરી દીધા હતા.

જેવી હુંઘરમાંથી બહાર નીકળી કે લોકો મને થપ્પડ મારવા લાગ્યા. બાદમાં ભીડ તેમના ઘરમાં ઘૂસી ગઈ અને પ્રવિણને ખેંચીને ઘરથી બહાર કાઢી તેમને માર માર્યો હતો. મહિલાનું કહેવું છે કે લોકોએ મારા પતિને દમકાવતા કહ્યું કે જો તેમણે પોતાની ફેસબુક પોસ્ટ ડીલીટ ન કરી તો તેને કારણે ભોગવવું પડશે. એફઆઈઆરમાં મહિલાએ મહુવાદના ચૈતન્યસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા, મહિલ જાધવ, દિલીપસિંહ રાજપૂત, સંજયસિંહ પરમાર, અર્જુન પરમાર, નરેશ પરમાર, અરવિંદ પરમાર, દિલીપ પરમાર, કિશન પરમાર અને અજય પરમાર સહિત 11 લોકોના નામ લીધા છે.

પોલીસ મુજબ, 20 મેની ઘટનાને લઈને બંને સમાજો વચ્ચે સમાધાન નહીં થયા બાદ મહિલાએ ગુરુવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ થયા બાદ તૈનાત રહેવા માટે ટુકડીને ગામમાં મોકલી છે પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. જોકે ગામમાં તણાવનો માહોલ છવાયો છે અને હિંસાની આશંકા હોવાને પગલે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

કેસની તપાસ કરી રહેલી વડોદરા ગ્રામ્ય પોલીસે કહ્યું કે, અમે આ અંગે ગામના લોકો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધી રહ્યા છીએ. હાલ પોલીસ પ્રવિણ દ્વારા કરાયેલા કોઈ દાવાઓની સત્યતા સુધી પહોંચી રહી છે, કે ગામમાં દલિતોના લગ્ન સમારંભ માટે મંદિરમાં વ્યવસ્થા ન કરાયાની વાત સાચી છે કે નહીં. પરંતુ હજુ સુધી આ અંગેની વાત મળી નથી. જેને પગલે હજુ ફરિયાદમાં લખાયેલા લોકોની ધરપકડ કરાઈ નથી.

(1:48 pm IST)
  • દાભોલકર હત્યાકાંડ :સીબીઆઈ દ્વારા બચાવપક્ષના વકીલ સહીત અન્ય એક વ્યક્તિની ધરપકડ : સીબીઆઈએ નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડના કેટલાક આરોપનો બચાવ કરતા વકીલની ધરપકડ કરી ; અન્ય એક શખ્શને પણ ઝડપી લીધો access_time 12:48 am IST

  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ;ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 11:09 am IST

  • મારે રાજીનામુ આપવું છે પણ પાર્ટી સહમત નથી : ચૂંટણીના પરિણામો બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવેલ કે હું મુખ્ય મંત્રી તરીકે રાજીનામુ આપવા માંગતી હતી પણ મારો પક્ષ સહમત થયો ન હતો. access_time 10:19 pm IST