Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

પી.પી.સવાણી ગ્રુપ સુરતના મૃતક બાળકોના પરિવારને એક-એક લાખની સહાય આપશે

દાઝી ગયેલા તમામ બાળકોને પી,પી,સવાણી હોસ્પિટલમાં મફત સારવાર અપાશે

 

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગની દુર્ઘટનામાં 21  વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે અને ઘાયલ થયેલા બાળકોને સારવાર માટે સુરતની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સરવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

  ઘટનામાં જે પણ બાળકો અને લોકો દાજ્યા હતા અને તેઓને પી. પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા છે તે લોકોને ફ્રિમાં સારવાર આપવાની પી. પી. સવાણી હોસ્પિટલના ચેરમેન વલ્લભભાઈ સવાણી દ્વારા કરવામાં આવી હતી.

ફ્રિમાં સારવાર આપવાના નિર્ણય પછી પી. પી સવાની ગ્રૂપ દ્વારા મૃતક બાળકોના પરિજનોને દુખમાં સહભાગી થવા માટે મૃતક બાળકોના પરીવારજનોને એક-એક લાખ રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લઇને પી. પી. સવાણી ગ્રુપે મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

  પી. પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, પરિવાર સાથે આપણે રહેવું પડે, આપણે તેમના પરિવાર સાથે નહીં રહીએ તો કોણ તેમની સાથે રહેશે. પી. પી. સવાણી હોસ્પિટલમાં અમે બાળકોના વાલીઓને પહેલાથી કહી દીધું હતું કે, જેટલા પણ બાળકો સારવાર લેવા માટે આવશે તેમનો એક પણ રૂપિયા ચાર્જ લેવામાં નહીં આવે. અત્યારે અમે જયારે બાપુજી અને બધા ભેગા થયા ત્યારે મૃતક બાળકોના પરીવારજનોને સહાય થાય તે માટે એક-એક લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે અને સહાય બેથી ત્રણ દિવસના સમયમાં પરિવારને આપી દેવામાં આવશે.

(11:33 pm IST)