Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરત અંગ્નિકાંડ : ફરાર બિલ્ડરને ઝડપવા ક્રાઇમ બ્રાન્ચની આઠ ટીમો બનાવાઈ :અમદાવાદ-સૌરાષ્ટ્રમાં રવાના કરાઈ

ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડર હસમુખ વેકરિયાને પાતાળમાંથી પણ શોધી કાઢવાના મૂડમાં

 

 સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત બાદ સમગ્ર ગુજરાત અને દેશમાં ખુબ હાહાકાર મચી ગયો છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે ફાયર વિભાગના 2 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. આ સમગ્ર મામલે બે બિલ્ડિંગ માલિકો અને ટ્યૂશન ક્લાસના સંચાલક સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટ્યૂશન સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે બિલ્ડિંગના બિલ્ડરો ફરાર છે. બિલ્ડર હસમુખ વેકરિયાને શોધવા માટે ક્રાઈમબ્રાન્ચ કામે લાગી છે. આ સમગ્ર મામલે તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી સરવૈયાને સોંપવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ ફરાર બિલ્ડર હસમુખ વેકરિયાને પાતાળમાંથી પણ શોધી કાઢવાના મૂડમાં છે ક્રાઈમ બ્રાન્ચ. આ માટે ક્રાઈમ બ્રાન્ચે 8 ટીમો બનાવી છે. ટીમોને અમદાવાદ અને સુરત માટે રવાના કરી દેવાઈ છે. કોઈ પણ રીતે બિલ્ડરને દબોચવા માટે ચક્રો ગતિમાન કરાઈ રહ્યાં છે. 

(12:13 am IST)