Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

નરેન્દ્ર મોદી અને અમિત શાહના કાર્યક્રમને લઇ તૈયારી પૂર્ણ

કાલે ખાનપુરમાં આભારદર્શન જાહેરસભા : લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવીને કાલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત પહોંચશે : ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ,તા.૨૫ : આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપા કાર્યાલય ખાનપુર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યા બાદ ગુજરાતની ગૌરવભૂમિ ઉપર પ્રથમવાર પધારી રહેલ લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કુશળ સંગઠનકર્તા તરીકે દેશભરમાં લોકચાહના પ્રાપ્ત કરનાર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની ૬ કરોડની જનતા જનાર્દનના આભારદર્શન માટે પધારી રહ્યા છે. આ અભિવાદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નહી પરંતુ સમગ્ર ગુજરાતની અને દેશની જનતાનું અભિવાદન છે. આવતીકાલે સાંજે ૫.૦૦ કલાકે કર્ણાવતી મહાનગર ખાતે સરદાર વલ્લભભાઇ એરપોર્ટ ઉપર પધારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, દેશના લોહપુરુષ અને વૈશ્વિક વિભૂતિ સરદાર વલ્લભભાઇ પટેલની એરપોર્ટ ખાતે આવેલ પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાંથી ડફનાળા ચાર રસ્તા – રીવરફ્રન્ટ થઇ ખાનપુર જે.પી.ચોક ખાતે ભાજપાના ઐતિહાસિક કાર્યાલય ઉપર પધારશે અને અહીં જેપી ચોકના ઐતિહાસિક સ્થાન ઉપર ગુજરાતની ૬ કરોડ જનતાનું અને દેશની જનતાનું આભારદર્શન કરીને પ્રજાજનોનું અભિવાદન સ્વીકારશે. લોકહદયસમ્રાટ તથા ગુજરાતનું ગૌરવ એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાતના પનોતાપુત્ર અને કુશળ સંગઠક એવા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે સાંજે ૫.૩૦ વાગ્યે જે.પી.ચોક, ખાનપુર, અમદાવાદના ઐતિહાસિક સ્થળે આભારદર્શન જનસભા સંબોધશે. વાઘાણીએ સુરતમાં બનેલી કરૂણ ઘટના અંગે ઉંડો શોક વ્યકત કરીને મૃત્યુ પામેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શ્રધ્ધાંજલિ પાઠવીને અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રકટ કરીને સરકાર તરફથી શક્ય તેટલી તમામ પ્રકારની સહાયની ખાત્રી આપી હતી. ઘટનામાં કસુરવારોની જવાબદારી નક્કી કરવા ગુજરાતની ભાજપા સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શહેરી વિકાસના સેક્રેટરીની અધ્યક્ષતામાં તપાસ ટીમ નીમી દેવામાં આવી છે અને નિયત સમયમર્યાદામાં કસુરવારોને શોધી કાઢીને તેમને સખ્ત સજા કરવા માટે જરૂરી તમામ પગલાં ભરવામાં આવશે તેવી હૈયાધારણ વાઘાણીએ આપી હતી. આવનારા સમયમાં આવી દુર્ઘટના સંપૂર્ણપણે નીવારી શકાય તે માટે તમામ પગલાં લેવાની સરકાર તરફથી પુરેપુરી ખાત્રી ઉચ્ચારી હતી.

(9:26 pm IST)
  • સુરત : સરથાણા અગ્નિકાંડ પ્રકરણમાં પોલીસ સ્થાનિક લોકો વચ્ચે મેયરના રાજીનામાને પ્રશ્ને દેકારો પોલીસ દ્વારા મધ્યસ્થી બની મામલો શાંત પાડવાના પ્રયાસ : સ્થાનિકોએ સ્થળ પર ધરણા યોજ્યા access_time 2:52 pm IST

  • લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પશ્ચિમ બંગાળમાં સતત હિંસા ચાલુ : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણોમાં ૧નું મોત : ૩૦ ઘાયલ થયા access_time 10:19 pm IST

  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ;ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 11:09 am IST