Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

ગેંગરેપના નામે લૂંટ ચલાવતી અમદાવાદી મહિલાનો પર્દાફાશ, સુરતીને બ્લેકમેલ કરી માંગ્યા હતા 5 કરોડ

નવસારીના કસબાના ફાર્મહાઉસમાં ગેન્ગરેપમાં બે મહિને કોથળામાંથી બિલાડું નીકળ્યું

સુરત :બહુચર્ચિત નવસારીના કસબા ગામના ફાર્મહાઉસમાં થયેલા ગેન્ગરેપમાં બે મહિને કોથળામાંથી બિલાડું નીકળ્યું છે  ગેંગરેપનો દાવો કરતી મહિલા જ ઠગ નીલકી છે રૂપિયા માટે સુરતના નબીરાઓને બ્લેક મેઈલ કરતી હતી  સમગ્ર મામલો બહાર આવતા ઠગ મહિલા સહીત ૩ આરોપીઓને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથધરી.છે 

  આ અંગે મળતી વિગત મુજબ નવસારી શહેરના સાંઢ કુવા પોલીસ ચોકીમાં બેસીને ગેંગરેપની ફરિયાદ કરતી મહિલા જૂઠું બોલીને કાયદાનો દુરુપયોગ કરી રહી છે  ઈશા ઈમાનદાર નામની મહિલાએ બે મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી

   અમદાવાદની આ મહિલા સુરતમાં આવીને શૈલેષ પાલડીયા સાથે બ્યુટીપાર્લરના વૈવસાય માં ભાગીદાર થવા આવી હતી અવાર નવાર મળવાનું થતું હતી જેથી શૈલેષના મિત્રો સાથે પરિચયમાં આવતા નવસારીના કસ્બામાં આવેલ ફાર્મહાઉસ માં પાર્ટી કરવા આવ્યા હતા અને પાર્ટી પત્યાબાદ ઈશા ઇમાનદારે શૈલેષના ત્રણ મિત્રોને ૫ કરોડ આપો નહીતો બદનામ કરવાની વાતો કરતા મામલો ૭૧ લાખમાં ડન થયો હતો

  પરંતુ રૂપિયાની ચુકવણી ન થતા ઈશા ઇમાનદારે ૩ ઈસમો સાથે મળીને ફાર્મ હાઉસમાં આવેલ નબીરાઓને ફસાવવાની તરકીબ કરીને પોલીસનું શરણું લીધું હતું અને તેની તપાસમાં મહિલા પોતે જ ફસાઈ ગઈ અને પોલીસે મહિલા ની છેતરામણીનો પર્દાફાશ કર્યો છે જેમાં ઠગ મહિલા સહીત ૩ લોકોની પોલીસે ઘરપકડ કરી છે જેમાં એક વકીલનો પણ સમાવેશ થાય છે.

 અમદાવાદના બોપલમા હથિયાર નો ગુનો અને અમદાવાદના મહિલા પોલીસમાં લિવ ઈન રિલેશનમાં પણ લોકોને ફસાવી ચુકેલી આ મહિલા સાથે પરિવારની પણ સંડોવણી બહાર આવી છે મહિલાના માતા અને પિતાના બેન્ક ખાતામાં મોટો વહેવાર બહાર આવ્યો છે

(8:12 pm IST)