Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

પંજાબના મોહાલીમાં ડુપ્લીકેટ દારૂ બનાવીને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો હતોઃ અમદાવાદમાં ઝડપાયેલ ૩પ લાખના દારૂમાં નવો ફણગો ફુટ્યો

અમદાવાદઃ થોડાક દિવસ પહેલાં અમરાઇવાડી વિસ્તારમાં પકડાયેલા ૩૫.૪૬ લાખના દારૂના કેસમાં પોલીસ ચાર રાજ્યમાં તપાસ કરશે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પંજાબમાં આવેલ મોહાલીની એક ફેક્ટરીમાં ડુપ્લિકેટ દારૂ બન્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજસ્થાનમાં દારૂના ઠેકેદાર એવા સાળા બનેવીએ આટલો મોટો જથ્થો અમદાવાદમાં મોકલાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

અમરાઇવાડી વિસ્તારમાંથી થોડાક દિવસ પહેલાં ડીસીપી ઝોન પાંચ સ્કવોડે ૩૫.૪૬ લાખનો દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો. આટલો મોટો દારૂનો જથ્થો પકડાતાં બુટલેગર અને અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.એમ.દેસાઇ સહિત તમામ પોલીસ કર્મચારીઓના સંબધોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ડીસીપી ઝોન પાંચના સ્કવોડને બાતમી મળી હતી કે દારૂના કેસમાં નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગર અમિત ઉર્ફે પ્ટિક દૂબે (રહે દશરથલાલની ચાલી, અમરાઇવાડી), મદન ઉર્ફે સંતોષ રાજપૂત (રહે, ગુલાબનગર, અમરાઇવાડી), દિલીપ મોર્યા (રહ, દશરથલાલની ચાલી, અમરાઇવાડી) સહિત અન્ય ત્રણ જણાએ ભેગા મળીને દારૂનો જથ્થો મગાવ્યો છે. બાતમીના આધારે ઝોન પાંચ ના સ્કવોડે દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.

ડીસીપી સ્કવોડે મોહમદ કપલાખાન સિંગલ (રહે, રાજસ્થાન)ની ધરપકડ કરી છે જ્યારે ડ્રાઇવર નાસીર ફરાર થઇ ગયો છે. કપલાખાનની પૂછપરછમાં આ દારૂ રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. પોલીસે ૩૫.૪૬ લાખ રૂપિયાની ૭૦૯૨ નંગ વિદેશી દારૂની બોટલો તેમજ સાત લાખ રૂપિયાની ટ્રક કબજે કરી હતી.

પોલીસે આરોપી મોહમદ કપલાખાનની પૂછપરછ કરતાં ઘણા ખુલાસા થયા હતા. પંજાબના મોહાલીની એક ફેકટરીમાં ડુપ્લિકેટ દારૂ બન્યો છે જેને રાજસ્થાનમાં લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને અમદાવાદમાં લાવવામાં આવ્યો છે. દારૂના કેસમાં રાજસ્થાનના ઠેકેદાર એવા ભરત ડાંગી અને શકરાજીનું નામ સામે આવ્યું છે. બંને જણા સાળા બનેવી થાય છે અને અમિત, મદન, દિલીપ, હરિશંકર, આકાશ અને સોહનલાલને દારૂ સપ્લાય કરે છે.

મામલે ઝોન પાંચના ડીસીપી હિમકર સિંધે જણાવ્યું છે કે રાજસ્થાનથી દારૂ આવ્યો હતો. જેને અમિત, મદન, દિલીપ, હરિશંકર, આકાશ અને સોહનલાલે મગાવ્યો હતો.

દારૂનો જથ્થો અંબાલાથી હરિયાણા પાસિંગની ટ્રકમાં લોડ થયો હતો. ઠેકેદારોની તપાસ ચાલુ છે હાલ પોલીસ રાજસ્થાન,પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં તપાસ કરવા માટે જશે. આ સિવાય દારૂના સેમ્પલને એફએસએલમાં ચકાસણી માટે પણ મોકલી આપવામાં આવ્યું છે.

(6:35 pm IST)
  • આજે CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર થશે : પરિણામ સરળતાથી જોઇ શકાય તે માટે ગુગલ સાથે કર્યું CBSEએ જોડાણ : ગુગલ પરથી વિદ્યાર્થીઓ જોઇ શકશે પોતાનું પરિણામ : cbse.examresults.net, cbseresults.nic.in, results.nic.in and results.gov.in વેબસાઈટસ પરથી પરિણામ જાણી શકાશે access_time 6:56 pm IST

  • ડોક્ટર્સ વિધાઉટ બોડર્સે શનિવારે જણાવ્યું હતું કે, માનવ તસ્કરો દ્વારા બંધક બનાવીને રાખવામાં આવેલા 100થી વધુ પ્રવાસીઓ અને શરણાર્થીઓને ઉત્તર પશ્ચિમ લીબિયાની ગુપ્ત જેલમાંથી ભાગવા દરમિયાન ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ WHOને કહ્યું છે કે, બુધવારે (23 મે) રાત્રે થયેલી આ ઘટનામાં બચેલા લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 40 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં મહિલાઓ વધુ ભોગ બની છે. access_time 1:22 am IST

  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST