Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સુરતની સિવિલ હોસ્પિટલમાં બાળકના અચાનક મૃત્યુથી પરિવારનો તબીબ પર આક્ષેપ

સુરતઃ સિવિલ હોસ્પિટલમાં હિમોફેલિયાગ્રસ્ત બાળકને ગળામાં ચાંદા પડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોએ મહિલા સર્જીકલ વોર્ડમાં બાળકને દાખલ કરાયો હતો. જેના બીજા દિવસે બાળકનું મોત થયું હતું. જેથી પરિવારજનોએ તબીબોએ લાપરવાહી દર્શાવી હોવાના આક્ષેપ કર્યા હતાં. અને હોબાળો મચાવતાં બાળકના મૃત્યુ બાદ કલ્પાંત કર્યો હતો.

પાંડેસરાના ગણેશનગર વડોદગામ ખાતે રહેતા અને મૂળ બિહારના વતની અને સુરતમાં મજૂરીકામ કરતાં પપ્પુ પાસવાનના 6 વર્ષના દીકરા હેમાંશુ હિમોફેલિયાનો દર્દી છે અને તેને ગળામાં ચાંદા પડતાં સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે સવારે 11 વાગદ્યે તેને ફિમેલ સર્જીકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે તેની તબિયત લથડતાં માતાપિતાએ તબીબનો સંપર્ક કરતાં હાલ દાખલ કરનાર તબીબ યુનિટની પાળી ટ્રોમામાં હોવાનું કહેવાયા બાદ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું મૃત્યું થતાં પરિવારજનોએ ડોક્ટરની લાપરવાહીના આક્ષેપ કરતાં કલ્પાંત કરી હોબાળો મચાવ્યો હતો.

(5:36 pm IST)