Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સોજીત્રા તાલુકાના ડભોઇમાં મગર ઘુસી જતા દોડધામ મચી જવા પામી

આણંદ: જિલ્લાના સોજિત્રા તાલુકાના ડભોઉ ગામે આજે વહેલી સવારના સુમારે એક ૭.૫ ફૂટ લાંબો મગર રહેણાંક વિસ્તારમાં ધસી આવતા નાનકડા ગામમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ સોજિત્રા વનવિભાગ, નેચર હેલ્થ ફાઉન્ડેશન વિદ્યાનગર તથા સત્યમ ફાઉન્ડેશન કરમસદને થતાં તમામ ટીમો તુરત જ ડભોઉ ગામે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આ મગરને પાંજરે પુરી ડભોઉ ગામના તળાવમાં છોડી મુકવામાં આવ્યો હતો. સોજિત્રા તાલુકાના ડભોઉ ગામે નગરપંચાયત પાસે આવેલ દરબાર ફળીયામાં રહેતા ભુપેન્દ્રભાઈ સીસોદીયાના રહેણાંક મકાન પાસે આજે સવારના લગભગ ૩ઃ૦૦ કલાકની આસપાસના સુમારે એક ૭.૫ ફૂટ લાંબો મગર ધસી આવ્યો હતો. આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં થતા ગ્રામજનોના ટોળેટોળા દરબાર ફળીયા ખાતે ઉમટી પડયા હતા. દરમ્યાન આ ઘટનાની જાણ સોજિત્રા વનવિભાગ તથા નેચર હેલ્થ ફાઉન્ડેશન વિદ્યાનગર અને સત્યમ ફાઉન્ડેશન કરમસદને થતાં ત્રણ ટીમો ડભોઉ ખાતે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બે કલાકની ભારે જહેમતને બાદ સુરક્ષિત આ મગરને પાંજરામાં પુરવામાં આવ્યો હતો. જો કે ગ્રામજનોની માંગણીને લઈને અંતમાં આ મગરને ડભોઉ ખાતેના તળાવમાં મુક્ત કરી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે સોજિત્રા તાલુકાના ડભોઉ ગામે આવેલ તળાવમાં અનેક મગરો વસવાટ કરે છે. ખોરાકની શોધમાં આ મગર રાત્રિના સુમારે ફરતા-ફરતા રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યો હોવાનું અનુમાન નેચર હેલ્થ ફાઉન્ડેશનના સદસ્ય દ્વારા કરાયું હતુ.

(5:34 pm IST)
  • ભાવનગર જિલ્લાના મહુવામાં ૪૪ સીસીટીવી કેમેરા ગોઠવાશેઃ શહેર ઉપર બાજનઝર રખાશેઃ ૫મી જૂને પૂ. મોરારીબાપુના હસ્તે લોકાર્પણ access_time 2:32 pm IST

  • પાટીદાર પંચાયતમાં વિવાદ : દિનેશ બાંભણીયાએ હાર્દિકને લખ્યો પત્ર : હાર્દિકે ફકત પબ્લીસીટી મેળવવા રાજકીય પાર્ટીઓને પત્ર લખ્યાનો આક્ષેપ : ધાર્મિક સંસ્થા અને શહીદ પરિવારને આમંત્રણ નહિં અપાતા પાટીદાર પંચાયતમાં થયો વિવાદ : પંચાયતમાં નહિં જવાનો નિર્ણય જાહેર કરતા બાંભણીયા access_time 7:09 pm IST

  • નોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST