Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

આણંદમાં લોન અપાવવાના બહાને એજન્ટોએ લાખોની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

આણંદ: શહેરના કિશોર પ્લાઝા બીલ્ડીંગમાં રાજ યોજના ફાયનાન્સના નામે ઓફિસ ખોલીને નોકરી પર એજન્ટો રાખીને વિવિધ યોજનાની લોનો અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી કરીને શખ્સ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ખંભાતના એજન્ટે આણંદ શહેર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર કિશોર પ્લાઝામાં કલ્પેશ પરમાર નામના શખ્સે રાજ યોજના ફાયનાન્સના નામે ભાડેથી ઓફિસ ચાલુ કરી હતી. અને ચોપાનીયા છપાવીને નોકરી પર માણસો લેવાનું નક્કી કર્યું હતુ. જે અંતર્ગત ફરિયાદી ખંભાતના ચિરાગભાઈ રાવલે આણંદ સ્થિત ઓફિસનો સંપર્ક કરીને ૫૫૦ રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરીને ૧૨ હજાર રૂપિયાના માસિક પગાર તથા બોનસની શરતે નોકરીમા ંજોડાયો હતો. ચિરાગ ઉપરાંત બીજા વ્યક્તિઓ પણ નોકરીમા ંજોડાયા હતા. દરમ્યાન તેઓને ગામડાઓમાં જઈને વિવિધ યોજનાની લોનો અપાવવાની લાલચ આપીને અરજદારો પાસેથી તેમના રહેઠાણ, ઓળખ વગેરેના પુરાવાઓ મેળવીને ૩૧૦૦ રૂપિયા ઉઘરાવવાનુ ંકામ સોંપ્યું હતુ.

ચિરાગભાઈએ ખંભાત તાલુકાના ગામડાઓમાંથી ફરીને ૨૫ ફાઈલો તૈયાર કરી હતી અને ૭૫ હજાર ઉઘરાવીને આપ્યા હતા. ત્યારબાદ ઓફિસે તપાસ કરતા તાળુ લટકતુ ંજોવા મળ્યું હતુ. જેથી મોબાઈલ પર સંપર્ક કરતાં ફોન પણ સ્વીચ ઓફ થઈ જવા પામ્યો હતો. આ અંગે ચિરાગભાઈએ આણંદ શહેર પોલીસ મથકે આવીને લેખિત ફરિયાદ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઠગાઈનો આંકડો લાખોને પાર કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(5:33 pm IST)
  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST

  • નોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST

  • પાટીદાર પંચાયતમાં વિવાદ : દિનેશ બાંભણીયાએ હાર્દિકને લખ્યો પત્ર : હાર્દિકે ફકત પબ્લીસીટી મેળવવા રાજકીય પાર્ટીઓને પત્ર લખ્યાનો આક્ષેપ : ધાર્મિક સંસ્થા અને શહીદ પરિવારને આમંત્રણ નહિં અપાતા પાટીદાર પંચાયતમાં થયો વિવાદ : પંચાયતમાં નહિં જવાનો નિર્ણય જાહેર કરતા બાંભણીયા access_time 7:09 pm IST