Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કપડવંજમાં કચરાની ઢગલી કરવા બાબતે ત્રણ ઈસમોએ એકને તલવાર મારતા અરેરાટી

કપડવંજ:ના ચીલીંગ સેન્ટર પાછળ રહેતા એક દેવીપૂજકને રસ્તા પર કચરાની ઢગલી કરવાના મુદ્દે ત્રણ ઈસમોએ ભેગા મળી માર મારતા ચકચાર મચી છે. આ બનાવ અંગે કપડવંજ પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ કપડવંજમાં ચીલીંગ સેન્ટર પાછળ રહેેતા વિજયભાઈ નટવરભાઈ દેવીપૂજક ગત તારીખ ૨૨-૦૫-૨૦૧૮ના રોજ પોતાના ઘર આંગણામાં કચરો વાળી રહ્યાં હતાં. કચરો વાળી કચરાની ઢગલી રસ્તા પર કરતાં હતાં તે વખતે આ જ વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ અંબાલાલ દેવીપૂજક આવ્યાં હતાં. અને વિજયભાઈને રસ્તા વચ્ચે કચરાની ઢગલી કેમ કરે છે તેમ કહી અપશબ્દો બોલ્યા હતાં. જેના પગલે બંને વચ્ચે તૂતૂ...મેમે થઈ હતી. ઉશ્કેરાઈ ગયેલ વિષ્ણુભાઈએ ગાળો બોલી વિજયભાઈ સાથે ઝપાઝપી કરી હતી. તે વખતે વિષ્ણુભાઈનું ઉપરાળુ લઈ હિતેષભાઈ અંબાલાલ દેવીપૂજક અને અલ્પેશભાઈ વિષ્ણુભાઈ દેવીપૂજક ઝઘડામાં વચ્ચે પડતાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. વિજયભાઈના સબંધી ગોપાલભાઈ મગનભાઈ વાઘેલા (દેવીપૂજક) ત્યાં આવી ચડ્યાં હતાં અને આ ઝઘડાને શાંત પાડવા વચ્ચે પડ્યા હતાં. જોકે ઝઘડામાં ભાન ભૂલેલા હિતેષભાઈએ હાથમાંની લોખંડની પાઈપ ગોપાલભાઈના જમણાં હાથમાં મારી હતી. જ્યારે અલ્પેશભાઈએ ડંડાથી વિજયભાઈ પર હુમલો કર્યા બાદ ઘરમાંથી તલવાર લઈ આવી હુમલો કરતાં ગોપાલભાઈના કપાળના ભાગે તલવારથી સામાન્ય ઈજા પહોંચી હતી.

બનાવ અંગે ગોપાલભાઈ મગનભાઈ વાઘેલા (દેવીપૂજક) ની ફરિયાદને આધારે કપડવંજ ટાઉન પોલીસે વિષ્ણુભાઈ અંબાલાલ દેવીપૂજક, હિતેષભાઈ અંબાલાલ દેવીપૂજક અને અલ્પેશભાઈ વિષ્ણુભાઈ દેવીપૂજક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)
  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST

  • સુરતમાં કતલખાને લઈ જવાતા ગાય-વાછરડાને બચાવાયાઃ ગૌરક્ષકો ઉપર હુમલો : માંડવીમાં ગૌરક્ષકોએ એક વાનમાં લઈ જવાતા ગાય વાછરડાઓને છોડાવ્યા : તાપીના વલોડની ગાય વાછરડાને લઈ જવાતા હતા ત્યારે ઝડપી લેતા કસાઈઓએ ગૌરક્ષકો ઉપર હુમલો કર્યો access_time 7:07 pm IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST