Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

અમદાવાદમાંથી ૪,૩ કિલો નકલી હોલમાર્કના ઘરેણા જપ્તઃ ૧૦'દિમાં પાંચમુ જવેલર્સ ઝપટે

બીઆઇએસ અમદાવાદ શાખાનો માણેકચોકમાં ત્રીજો દરોડો : સૌથી મોટી કાર્યવાહી

અમદાવાદ, તા.૨૬: ભારતીય માનક બ્યુરો ( બીઆઇએસ )દ્વારા અમદાવાદના માણેકચોકમાં એક જવેલર્સને ત્યાં દરોડો અડીને મોટીમાત્રામાં નકલી હોલમાર્કવાળા ૪૩૦૦ ગ્રામ સોનાના આભૂષણો જપ્ત કર્યા છે આ બીઆઇએસ અમદાવાદ શાખાની સૌથી મોટી કાર્યવાહી છે છેલ્લા દસ દિવસમાં બ્યુરોએ માણેકચોકમાં ત્રીજીવાર તપાસ હાથ ધરી હિટ જેમાં પાંચ જવેલર્સ સામે કાર્યવાહી કરાઈ હતી

ભારતીય માનક બ્યુરો અમદાવાદના પ્રમુખ આલોકસિંહે જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે માણેકચોકમાં બીઆઇએસના માર્ક અને નકલી હોલમાર્કવાળા આભૂષણો બનાવી અને વેચાઈ રહ્યાં છે બાતમીના આધારે અમદાવાદના માણેકચોકમાં એસ,ઓ,ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ જવેલરી શોરૂમ પર તપાસ દરમિયાન ૪,૩ કિલો સોનાના નકલી હોલમાર્ક આભૂષણો જપ્ત કરાયા હતા આ એક જ શોરૂમથી જપ્ત કરાયેલ સોનાના આભૂષણો વજનના હિસાબે અત્યાર સુધીમાં સૌથી મોટી કાર્યવાહી છે

ઙ્ગ આ પહેલા ૧૫જ્રાક મેં ના રોજ માણેક ચોકમાં જ ત્રણ જવેલસર ભાગ્ય ગોલ્ડ લિમિટેશ,આર,એસ,ગોલ્ડ અને સ્વર્ણશીલ્પ પર દરોડા દરમિયાન ૩,૨ કિલો નકલી હોલમાર્કવાળા આભૂષણો જપ્ત કરાયા હતા ત્યાર બાદ ૨૨જ્રાકહ્ય્ માણેકચોકમાં ગોપીનાથ જવેલર્સ પર ઝપટે ચડ્યું હતું ત્યાંથી ૧,૨૫ કિલો સોનાના ઘરેણાં નકલી હોલમાર્ક સાથે મળી આવ્યા હતા.(૨૩.૧૪)

(4:09 pm IST)
  • રમઝાનમાં યુધ્ધવિરામનું ઉલ્લંઘન સહન નહિ થાય :જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની પાકિસ્તાનને ચેતવણી: પાકિસ્તાન રામઝાનથી જોડાયેલ ભાવનાઓનું સન્માન કરે અને સીમા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન અટકાવે તેમ સરહદી ક્ષેત્રોમાં પ્રભાવિત લોકોની મુલાકાત દરમિયાન મહેબુબા મુફ્તીએ કહ્યું હતું access_time 1:21 am IST

  • આગામી 24 કલાકમાં ગોવા અને મહારાષ્ટ્ર્ના કિનારે મેનુકુ વાવાઝોડાની ચેતવણી :મહારાષ્ટ્રં અને ગોવાના દરિયાકાંઠે ચક્રવાત ટકરાશે :હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે તા; 27થી 29 દરમિયાન ભારે વરસાદની શકયતા છે access_time 1:26 am IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST