Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

છોકરીના ફોટો સાથે છેડછાડ કરી બ્લેક મેઇલ કરનાર દાહોદના ધનપુરમાં રહેતા દેવેન્દ્ર ચામઠાની ધરપકડ ડમી ફેસબુક એકાઉન્ટ બનાવી છોકરી સાથે ચેટ કરીને ફોટા શેર કરાવી છેડછાડ કરતો હતો

વડોદરાઃસોશ્યલ મીડિયા સાઈટના દુરુપયોગ થતા હોવાના કિસ્સા અવારનવાર બહાર આવતા હોય છે જેમાં યુવતીને ફસાવી તેને બ્લેક મેલ કરવા ઉપરાંત વાયરલ કરવાની ધમકી આપી કેટલીક મનોવિકૃતિ પણ કરી રહ્યા છે. સાયબર સેલ દ્વારા આવા જ એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે જેણે બે મહિના પહેલાં પૂજા ગુપ્તાના નામે ડમી ફેસબુક પ્રોફાઈલ બનાવીને એક છોકરીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી સાયરબર સેલે દાહોદના ધનપુરમાં રહેતા દેવેન્દ્ર ચામઠાની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે.

  પીએસઆઈ અજયસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, આરોપીએ ડમી પ્રોફાઈલ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બાદમાં બંને ચેટ કરવા લાગ્યાં હતાં અને વાતો વાતોમાં બંનેએ એકબીજાના ફોટા શેર કર્યા હતા. ફરિયાદીએ પોતાનો ઓરિજનલ ફોટો આપ્યો હતો જ્યારે આોપીએ અન્ય કોઈ છોકરીનો ફોટો મોકલ્યો હતો. બાદમાં આરોપી દેવેન્દ્રએ છોકરીના ફોટા સાથે છેડછાડ કરી તેના ચેહરાને અશ્લિલ ફોટા પર ચીપકાવી દીધો હતો.આવા ગંદા ફોટા છોકરીને મોકલી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ કરી દેવાની ધમકી આપીને છોકરીને બ્લેક મેઇલ કરી હતી.

  દેવેન્દ્રએ છોકરીને કહ્યું હતું કે તે જે કહે તેમ નહીં કરે તો ફોટા વાયરલ કરી દેશે. ઘટનાને પગલે છોકરીએ સાયબર સેલનો સંપર્ક સાધ્યો હતો. છોકરીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ફેસબુક અકાઉન્ટ આઈડી દ્વારા દેવેન્દ્રનો ફોટ ટ્રેક કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યા મુજબ 25 વર્ષીય દેવેન્દ્ર કોલેજનો વિદ્યાર્થી છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:40 pm IST)
  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST

  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST

  • ગઈ કાલની મહત્વની મેચમાં કોલકાતાની ટીમ સાથે શાહુરૂખ જોવા મળ્યો નહોતો. હૈદરાબાદ સાથેની મેચ હાર્યા બાદ પણ શાહુરૂખે સોશિયલ મીડિયા પર કેકેઆર ને પ્રેરણાત્મક મેસજ આપતા લખ્યુ હતુ કે, તમે શાનદાર પ્રદર્શન કર્યુ. તમને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તમે લોકોએ સૌથી બહેતર રમત બતાવી, આપ સૌની સાથે મારો પ્રેમ યથાવત છે અને હું ખુશ છું, અમારા સૌના મનોરંજન માટે તમારો ધન્યવાદ. access_time 2:16 pm IST