Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મેડીકલના છાત્રોને ગ્રામ્ય કક્ષાએ સેવા અને પાંચ લાખના બોન્ડમાંથી મુકિત મળશે

ઓલ ઇન્ડીયા કવોટાના UG-PG છાત્રોને નિયમ લાગુઃ પરીપત્ર જાહેર કરતું આરોગ્ય વિભાગ

અમદાવાદ, તા., ૨૬: રાજય સરકારના આરોગ્ય વિભાગે ઓલ ઇન્ડીયા કવોટાના સ્નાતક અને અનુસ્નાતક છાત્રો માટે ગ્રામ્ય કક્ષાએ સેવા અને પાંચ લાખના બોન્ડમાંથી મુકિત આપી છે.

એમબીબીએસ અને પોસ્ટ ગ્રુજયેએટ મેડીકલ કોર્સમાં અભ્યાસ કરતા ઓલ ઇન્ડીયા કવોટા હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ગામડામાં સેવા આપવામાંથી મુકિત આપવાનો નિર્ણય સરકારે કર્યો છે.  આરોગ્ય વિભાગે આ અંગેનો પરીપત્ર કરી દીધો છે. ગત વર્ષના ૧૬૩ અને આ વર્ષના ૧૯૦ જેટલો વિદ્યાર્થીઓને આ નવા સુધરાનો લાભ મળશે. જો કે સ્ટેટ કવોટાના વિદ્યાર્થીઓને આ નિયમ યથાવત લાગુ પડશે. સરકારની કોલેજના વિદ્યાર્થીઓને આ જોગવાઇ લાગુ પડશે.

આરોગ્ય વિભાગના તા.રર-પ-ર૦૧૮ના ઠરાવ મુજબ ઓલ ઇન્ડીયા ર૨-પ-ર૦૧૮ના ઠરાવ મુજબ ઓલ ઇન્ડીયા કવોટાના ૧પ ટકા તબીબી  વિદ્યાર્થીઓને તેમજ અનુસ્નાતક કોર્સમાં ઓલ ઇન્ડીયા કવોટાના પ૦ ટકા તબીબી વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની ગ્રામ્ય સેવાઓની બાંધેધરી રૂપે બોન્ડ તેમજ ગ્રામ્ય સેવાની જોગવાઇઓ શૈક્ષણીક વર્ષ ર૦૧૩-૧૪ થી લાગુ પડશે નહી.

(12:41 pm IST)