Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સુરત ગણેશ ઉત્સવ સમિતિના ઉપક્રમે આજરોજ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ

સુરત : સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ તરફથી આજ ૨૬ મે, ૨૦૧૮ શનિવારના રોજ આર્થિક રીતે અસક્ષમ બાળકો માટે નાનકડી સહાયરૂપે વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સુરત મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી નીતિનભાઇ ભજીયાવાલાના અધ્યક્ષસ્થાને સવારે ૯-૩૦ કલાકે ગાંધીસ્મૃતિ ભવન, ટીમલીયાવાડ, નાનપુરા સુરત મુકામે યોજનારા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત (પશ્ચિમ) ના ધારાસભ્ય તથા પૂર્વ સંસદીય સચિવ શ્રી પૂર્ણેશભાઇ મોદી હાજરી આપશે.

કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યો શ્રી ક્રાંતિભાઇ બલર, તથા શ્રી અરવિંદભાઇ રાણા, મેયર શ્રી શંકરભાઇ ચેવલી, તથા કલેકટર શ્રી ડૉ.ધવલભાઇ પટેલ હાજરી આપશે. તેવું કાર્યક્રમના નિમંત્રક શ્રી અનિલભાઇ બિસ્કીટવાળા, શ્રી વિમલભાઇ ભટૃ, શ્રી રજનીભાઇ પટેલ, તથા શ્રી જોગેન્દ્રભાઇ સહાનીના આમંત્રણ થકી શ્રી દિપક મકવાણાની યાદી જણાવે છે.

(12:04 pm IST)