Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

અંકલેશ્વર- ભરૂચ નેશનલ હાઇવે પર ખરોડા પાસે વોલ્વો બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત:બેને ઇજા

ડમ્પર અચાનક ધીમું પડતા પાછળથી આવતી વોલ્વો ધડાકાભેર અથડાઈ :બસ ઓટોલોક થતા મુસાફરો ફસાયા :કાચ તોડીને બહાર નીકળ્યા

 

અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઇવે પર ખરોડા પાસે હિલ્ટન હોટલ નજીક સુરત થી અમદાવાદ જતી વોલ્વો બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં વોલ્વોના ડ્રાઇવર અને કંડક્ટરને ગંભીર ઇજાઓ થતા બંન્નેવને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.

  જાણવા મળતી વિગત મુજબ અંકલેશ્વર ભરૂચ વચ્ચે નેશનલ હાઇવે પર ખરોડા નજીક, હોટલ હિલ્ટન પાસે સુરત થી અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે ડમ્પરના ચાલકે ડમ્પર અચાનક ધીમું કરતા  પાછળ આવતી વોલ્વો બસ ભટકાય હતી. જેમાં બસના ડ્રાઈવર અને ક્લીનરને ગંભીર ઇજા પહોંચી હતી.

 અકસમાતના પગલે વોલ્વો બસ ઓટો લોક થતા મુસાફરો બસમાં અંદર ફસાઈ જતા જીવ પડીકે બંધાઈ ગયા હતા.જો કે, મુસાફરો બસના કાચ તોડી બહાર નીકળ્યા હતા. ઘટનાને પગલે ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસનો આગળનો કાચ તોડી ડ્રાઈવર, ક્લીનરને બહાર કાઢી તેમજ બસના મુસાફરો કે જેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી તેમને પણ બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી.અકસ્માતમાં ઘાયલ ડ્રાઇવર અને કંડકટરને વધુ સારવાર અર્થે જયાબેના મોદી હોસ્પીટલમાં ખસેડાયા છે. બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

(1:37 am IST)