News of Friday, 25th May 2018

સુરતની લેડી ડોન 'ભૂરી'નો આતંક મચાવતો વધુ એક વીડિયો વાયરલ :સાગરીત કારખાનામાં કરે છે તોડફોડ

ભૂરી અને તેના સાગરીતે કારખાનાના કારીગરોને પણ ધમકાવ્યા હતા.

 

સુરતમાં લેડી ડોનથી નામચિન અસ્મિતા મકવાણા ઉર્ફે ભૂરીનો આતંક મચાવતો વધુ એક વિડિઓ બહાર આવ્યોપ છે  એક દિવસ પહેલા એક વાયરલ વીડિયોના સંદર્ભમાં પોલીસ તેની અને તેના સાગરીતની ધરપકડ કરી છે. હવે ભૂરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે વીડિયોમાં તે પોતાના સાગરીત સાથે આતંક મચાવી રહી છે.

    લેડી ડોનનો જે વીડિયો સામે આવ્યો છે તે 21મી મેના રોજનો છે. વીડિયોમાં ભૂરી તેના સાગરીત સાથે નજરે પડી રહી છે. ભૂરીના સાગરીતે મોઢા પર રૂમાલ બાંધી રાખ્યો છે. વીડિયોમાં ભૂરીનો સાગરીત કારખાનામાં તોડફોડ કરતો નજરે પડી રહ્યો છે. તેના હાથમાં રહેલી તલવારથી તે કારખાનામાં તોડફોડ કરી રહ્યો છે. ભૂરી પણ તેનો સાથ આપતી નજરે પડી રહી છે.

  એવી વાત પણ સામે આવી છે કે ભૂરી અને તેના સાગરીતે કારખાનાના કારીગરોને પણ ધમકાવ્યા હતા. વીડિયોમાં ભૂરીનો સાગરીત એક કારીગર સાથે ગેરવર્તન કરતો પણ નજરે પડી રહ્યો છે.ભૂરી અને તેના સાગરીતે કારખાનમાં મચાવેલા આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના વહેલી સવારે બની હોય તેવું સીસીટીવી ફૂટેજમાં નોંધાયેલા સમય પરથી લાગી રહ્યું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે ખુલ્લી તલવાર સાથે પાનના ગલ્લાવાળાને ધમકાવવાના તેમજ લૂંટના ગુનામાં પોલીસે ભૂરીની ધરપકડ કરી છે.

 અસ્મિતા મકવાણા ઉર્ફે ભૂરી તરીકે નામચીન સુરતની લેડી ડોનના એક સાગરીત પર હુમલો કરવામાં આવ્યો છે. ભૂરીના સાગરીતનું નામ અલ્પેશ બીજલ ભાલીયાન છે. અલ્પેશે થોડા દિવસ પહેલા ભૂરી સાથે મળીને એક બાઇકની ચોરી કરી  હતી.વરાછા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. અલ્પેશ કેસમાં આરોપી છે. બુધવારે રાત્રે અલ્પેશ કડોદરા જવા માટે નીકળ્યો હતો. અલ્પેશ પુણા પાટિયા પાસે ઉભો હતો ત્યારે ચાર જેટલા અજાણ્યા શખ્સો બળજબરી પૂર્વક અપહરણ કરીને ઉપાડી ગયા હતા.અપહરણ બાદ અલ્પેશને ઢોર માર મારવામાં આવ્યો હતો. બાદમાં અપહરણકારોએ દેવધગામ નજીક તેને ફેંકી દીધો હતો. મારા મારવાને કારણે અલ્પેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

(12:39 am IST)
  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • ગઈ કાલની મહત્વની મેચમાં કોલકાતાની ટીમ સાથે શાહુરૂખ જોવા મળ્યો નહોતો. હૈદરાબાદ સાથેની મેચ હાર્યા બાદ પણ શાહુરૂખે સોશિયલ મીડિયા પર કેકેઆર ને પ્રેરણાત્મક મેસજ આપતા લખ્યુ હતુ કે, તમે શાનદાર પ્રદર્શન કર્યુ. તમને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તમે લોકોએ સૌથી બહેતર રમત બતાવી, આપ સૌની સાથે મારો પ્રેમ યથાવત છે અને હું ખુશ છું, અમારા સૌના મનોરંજન માટે તમારો ધન્યવાદ. access_time 2:16 pm IST

  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST