Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

બનાસકાંઠામાં અસામાજીક તત્વો બેકાબુઃ બે દિવસમાં ફાયરીંગના બે બનાવો

બનાસકાંઠાઃ અસામાજીક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ અંધાધૂંધ ફાયરિંગ કરી લાખોની લૂંટ ચલાવી રહ્યાં છે. ત્યારે આજે ફરી બનાસકાંઠાના અમીરગઢમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. રબારીયા ગામે ભત્રીજાએ પિતા-પુત્ર પર ફાયરિંગ કર્યુ હતુ. જેમા પિતા-પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે. બન્ને ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં બે દિવસમાં બે ફાયરિંગની ઘટના બની છે. આ પહેલા પણ ભાભરમાં જમીનની અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. પિતરાઈ ભાઈઓ વચ્ચેના ઝઘડામાં ફાયરિંગ દેશી પિસ્તોલથી ફાયરિંગ કરાતા જેમા એકને ઇજા પહોંચી હતી.

હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે.

(5:22 pm IST)