Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

પદ્મશ્રી એવોર્ડ વિજેતા કવિ દાદ બાપુનું નિધન: ગુજરાતી સાહિત્યજગતને મોટી ખોટ : કલાજગતમાં શોકનો માહોલ

કવિ દાદ મૂળ ઇશ્વરિયાના વતની :82 વર્ષિય કવિ દાદને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા

અમદાવાદ : ગુજરાતી સાહિત્યને તેમના શબ્દોથી અજવાળનાર કવિ દાદુદાન ગઢવી (કવિ દાદ)નું નિધન થયું છે. કવિ દાદબાપુની વિદાયથી ગુજરાતી સાહિત્યજગતને મોટી ખોટ પડી છે

ધણા સમયથી બિમાર પદ્મશ્રી કવિ દાદ બાપુનું નિધન થયું છે. કવિ દાદના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ સર્જાયો છે. ગરવા ગિરનારના કવિ દાદને પદ્મશ્રી સન્માનથી સન્માનિત કરાયા હતા. કવિ દાદ મૂળ ઇશ્વરિયાના હતા. 82 વર્ષિય કવિ દાદને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત, મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે, કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું જેવા ગીતો કવિ દાદબાપુએ લખ્યા હતા.

(9:18 pm IST)