Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે નજીક આંકલાવડી ગામની સીમમાં પુરપાટ ઝડપી જતી ઇકો કાર ટ્રકની પાછળ ઘુસી જતા સર્જાયેલ અકસ્માતમાં મહિલા સહીત ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલી આંકલાવડી ગામની સીમમાં ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી ઈકો કાર આગળ જતી ટ્રકની પાછળ ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતુ જ્યારે મહિલા સહિત ડ્રાયવરને ઈજાઓ થવા પામી હતી. અંગે વાસદ પોલીસે ઈકો કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદ ખાતે રહેતા ફરિયાદી રાજકુમાર નાનેશ્વર યાદવના વાપી ખાતે રહેતા સાસુ પ્રેમવતીબેન અને સસરા નથ્થુસિંહ યાદવ ગઈકાલે અમદાવાદ પુત્રીની ખબર-અંતર જોવા માટે આવવા નીકળ્યા હતા. તેઓ ઈકો કાર નંબર જીજે-૧૫, સીકે-૩૫૯૬માં બેસીને બપોરના સુમારે નીકળ્યા હતા.

રાત્રીના આઠેક વાગ્યાના સુમારે કાર એક્સપ્રેસ હાઈવે પર આવેલી આંકલાવડી સીમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે કાર આગળ જતી ટ્રકની પાછળ ભટકાઈ હતી જેમાં ડ્રાયવરને પગના ભાગે તેમજ નથ્થુસિંહને માથામાં અને શરીરના ભાગે જ્યારે પ્રેમવતીબેનને પણ ઈજાઓ થવા પામી હતી. જેથી ત્રણેયને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં નથ્થુસિંહનુ મોત થયું હતુ. અંગે વાસદ પોલીસે રાજકુમારની ફરિયાદને આધારે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(5:39 pm IST)