Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

આણંદ એલસીબીએ સરદાર પટેલ રોડ નજીક કોમ્પલેક્ષની દુકાનમાં છાપો મારી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી 13 હજારનો મુદામાલ જપ્ત કર્યો

આણંદ:એલસીબી પોલીસે આજે સરદાર પટેલ રોડ ઉપર આવેલા એક કોમ્પલેક્ષની દુકાનમાં છાપો મારીને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડીને તેની પાસેથી મોબાઈલ અને રોકડા મળીને કુલ ૧૩૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર એલસીબી પોલીસે મળેલી માહિતીના આધારે ચિત્રકુટ સ્કવેર કોમ્પલેક્ષમાં આવેલી પીમીલીયન નામની દુકાનમાં છાપો મારતાં એક શખ્સ મોબાઈલના માધ્યમથી કોલકાત્તા અને રાજસ્થાન વચ્ચે ચાલી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો મળી આવ્યો હતો. જેથી તેને ઝડપી પાડીને નામઠામ પુછતાં વલસાડ ખાતે રહેતો હિરનેભાઈ મિસ્ત્રી હોવાનું જણાવ્યું હતુ.

તેની અંગજડતીમાંથી રોકડા ૩૧૦૦ અને મોબાઈલ ફોન મળી આવતા જપ્ત કર્યો હતો. પોલીસે ેતેની પુછપરછ કરતા મહેસાણાના હાર્દિક પટેલના આઈડી પરથી તે મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે બન્ને વિરૂદ્ઘ કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:38 pm IST)