Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ગાંધીનગર:કોબા હાઇવે નજીક અજાણ્યા વાહને યુવાનને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે સર્જાયેલી વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત નીપજયું છે. અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક લવારપુરની વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા આકાશભાઈ પરેશભાઈ બારોટ ગઈકાલે રાત્રીના સમયે તેમનું મોપેડ નં.જીજે--એનકયુ-૪૩૫ લઈને ગાંધીનગર કોબા હાઈવે ઉપર પીડીપીયુ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહયા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહને તેમના મોપેડને અડફેટે લેતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ ઉપર મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં ઈન્ફોસીટી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. સમયે મૃતક આકાશભાઈના બહેન મીતલબેને ઓસ્ટ્રેલિયાથી ભાઈને ખબર પુછવા ફોન કરતાં પોલીસે ફોન ઉપાડયો હતો અને મીતલબેનને અકસ્માતના સમાચાર આપ્યા હતા. જેના પગલે તેઓ ડઘાઈ ગયા હતા. ત્યારબાદ અંગે તેમના પિતરાઈ ભાઈ અમદાવાદ સોલામાં રહેતા મિતલકુમારને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમની ફરીયાદના આધારે ઈન્ફોસીટી પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. 

(5:37 pm IST)