Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

બાળવા તાલુકાના ભાયલા ગામની ખાનગી કંપનીમાં તમાકુની બંધ ક્મ્પ્નીમાં વોચમેનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ઓલીસે તપાસના આધારે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી

બાવળા:તાલુકાના ભાયલા ગામની સીમમાં આવેલ એક ખાનગી તમાકુની બંધ કંપનીમાં સીક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં પરપ્રાંતીય વોચમેનની થોડા દિવસો પહેલા શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જે અંગે બાવળા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી અને ફરિયાદના આધારે મૃતકની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા નીપજાવી હોવાની હકિકતના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને ગણતરીના દિવસોમાં હત્યા નીપજાવનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા તાલુકાના ભાયલા ગામમાં આવેલ ભગવાન તમાકુની ઉર્મીન નામની બંધ કંપનીમાં સીક્યોરીટી કંપનીના કોન્ટ્રાક્ટર હેઠળ વોચમેન તરીકે ફરજ બજાવતા અને કંપનીના ક્વાર્ટરમાં રહેતાં મુળ યુપીના  કાનપુર જીલ્લાના શીતલપુર ગામના વતની એવા ધિરજસિંહ વિરેન્દ્રસિંહ ભદોરીયા ..૩૫વાળાઓની લાશ શંકાસ્પદ હાલતમાં કંપનીના ગેઈટ પાસેથી થોડા દિવસો પહેલા મળી આવી હતી અને મૃતકના શરીર પર ઈજાઓના નીશાન હોય અગમ્ય કારણોસર અજાણ્યા શખ્સોએ હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું હતું અને મામલે બાવળા પોલીસ મથકે મૃતકના ભાઈ ભુપેન્દ્રસિંહ ભદોરીયા રહે.કલોલ ગાંધીનગરવાળાએ ફરિયાદ નોંધાવી હતી અને શંકમંદ તરીકે ફરિયાદમાં એક મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ કર્યો હતો ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી, એસઓજી અને સ્થાનીક પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બનાવની જગ્યા તેમજ મૃતક સાથે નોકરી કરનાર અન્ય શખ્સોની પુછપરછ અને તપાસ હાથધરી હતી જેમાં મૃતક સાથે સીક્યોરીટી તરીકે નોકરી કરતાં પપ્પુસીંગ રાઠોડ મુળ રહે.યુપીવાળો છેલ્લા ઘણા સમયથી ગુમ હોવાની હકિકત બહાર આવી હતી. આથી શકમંદ તરીકે પુછપરછ અને તપાસ હાથધરી હતી જેમાં ફરિયાદમાં જણાવેલ મોબાઈલ નંબર પણ પપ્પુસીંગનો હોવાનું બહાર આવ્યું હતું. આથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સરખેજ-બાવળા હાઈવે પર રજોડા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી જેમાં પપ્પુસીંગ ઉર્ફે રાજાસીંગ રાઠોડ ..૪૦, રહે.કાનપુર યુપીવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને પુછપરછ દરમ્યાન રાશનકાર્ડમાં મળતાં અનાજના રૂપિયા ૧૦૦૦ની લેતી-દેતી મામલે થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી ધોકા વડે મારમારી હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી. સમગ્ર કામગીરીમાં એલસીબી પીઆઈ આર.જી.ખાંટ, પીએસઆઈ જી.એમ.પાવરા, આર.એસ.સેલાણા સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.

(5:33 pm IST)