Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કોરોનાની સાથે અમદાવાદમાં ધોમધખતો તાપ પણ વધ્‍યોઃ યલો એલર્ટની આગાહી વચ્‍ચે ગરમી અને કોરોનાએ લોકોને બાનમાં લીધા

અમદાવાદઃ ગુજરાત સહિત અમદાવાદમાં એક બાજુ કોરોનાએ લોકોને બાનમાં લીધું છે. હવામાન ખાતાએ સોમવારે અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યભર ઉનાળાની ગરમીએ પણ તેની અસર દેખાવા માંડી છે. સોમવારે ગુજરાતમાં 12 શહેરોમાં પારો 40 ડિગ્રી ઉપર નોંધાયો. સવારે રાજ્યમાં ભૂજમાં સૌથી વધુ ગરમી 42.4 ડિગ્રી નોંધાઇ હતી.

અમદાવાદમાં 41 ડિગ્રીએ પારો હતો. પરંતુ બપોર સુધીમાં અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. હવામાન ખાતાએ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જો કે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની પણ સંભાવા છે.

રાજ્યના કેટલાક શહેરોમાં 3-4 ડિગ્રી ગરમી વધશે

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ સહિતનાં કેટલાંક શહેરોમાં ગરમીનું પ્રમાણ 3થી 4 ડીગ્રી સુધી વધી શકે છે, એટલે કે તાપમાન 41 ડીગ્રીથી વધી 43થી 44 ડીગ્રી સુધી પહોંચી શકે છે.

બીજી તરફ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી, વલસાડ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌથી વધુ 42.4 ડીગ્રી ગરમી ભુજમાં

આજે સૌથી વધુ ગરમી ભુજમાં નોંધાઈ છે. ભુજમાં આજે તાપમાન 42.4 ડીગ્રીએ પહોંચ્યું છે. ત્યાર બાદ બીજા નંબર પર ગાંધીનગર આવે છે, જ્યાં તાપમાન 42 ડીગ્રી નોંધાયું છે. ડીસામાં 41.8 ડીગ્રી, વડોદરામાં 41.6 ડીગ્રી, રાજકોટમાં 41 ડીગ્રી, અમદાવાદમાં 41 ડીગ્રી, સુરતમાં 40.8 ડીગ્રી, ભાવનગરમાં 40.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

12 શહેરોમાં પારો 40 ડિગ્રીની ઉપર

        અમદાવાદ          

 41.90

        ભુજ                      

42.4

        સુરેન્દ્રનગર          

42

        ગાંધીનગર          

42

        ડીસા                    

41.8

        કેશોદ                  

41.7

        વિદ્યાનગર           

42

        વડોદરા               

41.6

        કંડલા                  

41.4

        સુરત                  

40.8

        ભાવનગર          

40.6

        નલિયા             

40.5

(5:10 pm IST)