Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

શું શહેર - શું ગામડા ઘરે ઘરે ખાટલા ? પોઝિટિવિટી રેટ ૧.૫%થી વધીને ૮.૫ ટકા

બનાવકાંઠા, મહેસાણા, પાટણ, વાપી, વલસાડ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ, અમરેલી, પોરબંદર, રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં સ્થિતિ અત્યંત ખરાબ : સૌથી વધુ અમદાવાદમાં પોઝિટિવિટી રેટ ૧૬ ટકા તો સૌથી ઓછો જુનાગઢમાં ૩.૫ ટકા : સુરત, વડોદરા અને રાજકોટ કરતા પણ મહેસાણાનો પોઝિટિવિટી રેટ વધુ : મૃત્યુઆંક મામલે ગુજરાત ત્રીજા નંબર, મોટાભાગના કેસ મહાનગરોમાં આવી રહ્યા છે

અમદાવાદ તા. ૨૬ : ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોના વાયરસના સતત વધી રહેલા સંક્રમણને પગલે એક તબક્કે ૧.૫ ટકા સુધી પહોંચી ગયેલો પોઝિટિવિટી રેટમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજયનો સરેરાશ પોઝિટિવિટી રેટ વધીને ૮.૫ ટકા જેટલો થઈ ગયો છે. પરંતુ જો જિલ્લા અને શહેર અનુસાર જોઈએ તો સૌથી વધુ ગંભીર સ્થિતિ અમદાવાદની છે જયાં પોઝિટિવિટી રેટ વધીને ૧૬ ટકા જેટલો થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧.૮૦ લાખ ટેસ્ટ કરાયા હતા. તેની સામે ૧૪૨૯૬ સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. જયારે કોરોના વધુ ૧૫૭ લોકોને ભરખી ગયો છે.

જો સરકારી ચોપડાની વાત કરીએ તો તેમાં પણ અમદાવાદનો પોઝિટિવિટી રેટ ૧૬ ટકા, મહેસાણા ૧૧, વડોદરા ૧૦, જામનગર ૧૩, ભાવનગર ૫.૨, સુરત ૫, ગાંધીનગર ૪.૫, રાજકોટ અને જુનાગઢ ૩.૫ ટકા નોધાયો છે. જોકે આ આંકડા સરેરાશ દૈનિક ટેસ્ટિંગના સાપેક્ષમાં છે અને તે પણ સરકારી ચોપડે નોંધાયેલા. પરંતુ હવે કોરોના સંક્રમણ મહાનગરોથી બહાર નીકળીને આસપાસના નગરો અને ગામડાઓમાં પસરી રહ્યું છે. દૂરસુદૂરના જિલ્લાઓના અંતરિયાળ પીએચસી, સીએચસી સેન્ટરમાં વ્યવસ્થા ઉભી કરવાની નોબત આવી છે. જોકે આ વ્યવસ્થાઓ પણ પડી ભાંગી રહી છે. મહાનગરો સિવાયના જિલ્લાઓમાં જિલ્લા હોસ્પિટલોમાં પણ વ્યવસ્થાના ચીથરે ચીથરા ઉડી રહ્યા છે. તેમ ટાઇમ્સનો અહેવાલ જણાવે છે.

સૌથી વધુ બનાસકાંઠા, પાટળ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્ર નગર, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓમાં હાલત અત્યંત ખરાબ બની રહી છે. અનેક એવા નાના નાના ગામડાઓ છે જેમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે અનેક દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. જયારે બાકીનાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવા છતા શહેરો સુધી ટેસ્ટ કરાવવા પહોંચી શકતા નથી.

દરમિયાન અમદાવાદમાં ૫૭૯૦ અને ગ્રામ્યના ૭૪ એમ કુલ મળઈને ૫૮૬૪ દર્દીઓ ઉમેરાયા છે. જેની સામે શહેરના ૨૭ અને ગ્રામ્યના ૨ મળી કુલ ૨૯ દર્દીઓ કોરોનાના ખપ્પરમાં હોમાયા છે. જયારે બીજા સૌથી પ્રભાવિત સુરતમાં ૨૧૦૩ નવા કેસ નોંધાયા છે. જેમાં શહેરના ૧૬૯૦ છે. મહત્વનું છે કે સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત કોરોના કેસનું ભારણ ઓછું નોંધાયું છે.

રાજયમાં હવે કુલ કેસ વધઈને ૪,૯૬,૦૩૩ એટલે કે ૫,૦૦,૦૦૦દ્ગક નજીક પોહંચી ગયા છે. જેની સામે રિકવર્ડ થયેલા દર્દીઓની સંખ્યા ૩,૭૪,૬૯૯ પહોંચી ગઈ છે. જયારે મૃત્યુઆંક ૬૩૨૮ સુધી પહોંચી ગયો છે. તો રિકવરી રેટ ઘટીને ૭૫.૫૪ ટકા થતાં એકિટવ કેસ વધઈને ૧,૧૫,૦૦૬ થયા છે.

(10:13 am IST)