Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

નર્મદામા બેકાબુ બનેલું કોરોના સંક્રમણ કોની ભૂલ : ખો ખો ની રમત બંધ કરી અધિકારીઓ પોતાની જવાબદારી ક્યારે નિભાવશે

ત્રણ દિવસ સુધી RTPCR ના ટેસ્ટના પરિણામની રાહ જોવી નર્મદા જિલ્લાને ભારે પડી?? કુલ દર્દીઓની સંખ્યા 2900 ને પાર:વડોદરાની લેબમાંથી ત્રણ દિવસ પછી RTPCRનો રિઝલ્ટ આવે ત્યાં સુધી બહાર ફરતો કે ઘરમા રહેતો શંકાસ્પદ દર્દી સુપર સ્પ્રેડર બની બીજા કેટલાયને ચેપ લગાડી ચુક્યો હોય તે કોને ખબર??

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામા કોરોનાનું સંક્રમણ હવે બેકાબુ જેવી સ્થિતિમા પોહંચી ચૂક્યું છે. કોવિડ હોસ્પિટલનું આઈ.સી યુ વોર્ડ ભરાઈ ગયું છે નર્મદા જિલ્લામા દુકાનદારો અને નાગરિકો પોતે સ્વૈચ્છિક લોકડાઉન કરી રહયા છે છતા કોરોના સંક્રમણ ઘટતું જણાતું નથી દરરોજ ના આવી રહેલા કેસો મુજબ સંખ્યા વધતી જાય છે અને સાથે સાથે નર્મદા જિલ્લા ની કોવિડ હોસ્પિટલમાંથી નીકળતા મૃતદેહો ની સંખ્યા પણ ઓછી થતી નથી.ત્યારે આ માત્ર કોણ જવાદર સરકાર ની ઢીલી નીતિ કે તંત્ર ની ભૂલ.?
 તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ વારંવાર બેઠકો કરી કરી ને આદેશો અને નિર્દેશો જારી કરી રહયા છે, પણ પરિસ્થિતિ મા કોઈ સુધાર જોવા મળતો નથી. જો એના કારણો તપાસવા મા આવે તો કઈંક આવી હકીકત જોવા મળી શકે તેમ છે. નર્મદા જિલ્લા ના પાંચેય તાલુકાઓ મા જેટલા પણ RTPCR ટેસ્ટ ના સેમ્પલો એકઠા કરવામાં આવે છે એ સેમ્પલો ને રાજપીપળા થી વાહન દ્વારા વડોદરા ની SSG હોસ્પિટલ ની લેબોરેટરી મા ચકાસણી કરવા મોકલવામાં આવે છે જેનું પરિણામ ત્રણ દિવસ બાદ અને અપવાદરૂપ કિસ્સાઓમાં પાંચ દિવસ બાદ આવતું હોય છે, સેમ્પલ લીધાં બાદ આરોગ્ય વિભાગ દર્દી ને ઘરે જવા કહી દે છે અને ઘરે ગયા બાદ શંકાસ્પદ દર્દી પોતાનું સેમ્પલ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી પોતાના ઘર નાઓ અને બહાર નાઓ ને મળતો હોય અને અજાણતા મા અન્ય લોકો ને સંક્રમિત કરતો જાય છે.એ શુ સાબિત કરી બતાવે છે.?
 પરિણામે દર્દીઓ નો ગુણાકાર થતો જાય છે. અને અહીંયા "ખાડે ડૂચા અને દરવાજા મોકળા" વાળી ઉક્તિ એકદમ બંધ બેસી જાય છે. એક તરફ આરોગ્ય વિભાગ પોતે કોરોના ના સંક્રમણ ને રોકવા ભરપૂર મહેનત કરતા હોવાનું કહે છે પણ જ્યાં સુધી નાવડી મા પડેલા કાણા નહીં પૂરો ત્યાં સુધી હોડી મા થી પાણી ઓછું નહીં જ થાય અને છેવટે ડૂબવાનો વારો આવે ત્યારે દોષ કોને આપવો? નાવડી ને કે નાવડી મા પડેલા છિદ્રો ને? કે નાવડી ચલાવનાર ને?બાકી પ્રજ સમજદાર છે.
 હવે તો લોકો મા પણ ચર્ચા ઉઠી છે કે લાખો ના પગાર અને સુવિધાઓ મેળવતા આરોગ્ય વિભાગ ના અમુક અધિકારીઓ આટલી સીધી વાત કેમ નથી સમજી રહ્યાં? હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આરોગ્ય વિભાગ ની અણઆવડત ઉપર, શંકાસ્પદ દર્દી નો RTPCR ટેસ્ટ નો રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એ દર્દી ને ફરજીયાત પણે કોવિડ કેર સેન્ટર મા રાખવા જોઈએ જેથી કરી ને એ વ્યક્તિ અન્યો ને ચેપ ગ્રસ્ત કરે નહી અને સંક્રમણ નું પ્રસરણ અટકે. એક વર્ષ થી એકજ ઘરેડ મા કામ કરતું તંત્ર છેક હવે સફાળું જાગ્યું હોવાનું ડોળ કરે છે, અને RTPCR ટેસ્ટ રાજપીપળા માંજ થશે અને 2500 લીટર ઓક્સિજન ની ટેન્ક શરૂ કરવામાં આવશે તેવી વાતો ચાલી રહી છે, પણ અમલ થતાં સુધી મા કેટલા એ જીવ ગુમાવ્યા છે અને હજુ કેટલના જીવ જશે એ કોને ખબર?

(11:07 pm IST)