Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અમદાવાદ : નાસ્તાના પેકેટ પર એક્સપાયરી ડેઇટ લખવામાં આવતી નહીં હોવાની ફરિયાદ

નાસ્તાના પેકેટોમાં એક્સપાયરી ડેઇટને બદલે કેટલાં સમય પહેલાં ઉત્પાદન કરાયું તે દર્શાવવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી

ગાંધીનગર: કોઇપણ પ્રોડ્કટ વેચાણ માટે બજારમાં મૂકવામાં આવે તો તેના પર સામાન્ય રીતે મેન્યુફેકચરીંગ ડેઇટ તથા એક્સપાયરી ડેઇટ, કવોન્ટીટી વગેરે બાબત દર્શાવવાની રહે છે. જો આમ કરવામાં કસુરવાર કંપની કે સંસ્થા સામે સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ નાસ્તાના પેકેટો કે જેમાં એક્સપાયરી ડેઇટ નહીં બલ્કે કેટલાં સમય પહેલાં ઉત્પાદન કરવામાં આવ્યું હતું તે દર્શાવવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. જેને લઇને ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે જુદા જુદા સરકારી વિભાગોને ફરિયાદ કરી છે. જો કે નિષ્ણાંતોના મતે બીફોર મતલબ પેકેજીંગથી એક મહિનો, ત્રણ મહિના કે ચાર મહિનામાં ઉપયોગ કરવાનો રહે છે. અને પેકેટ પર પેકેજીંગ તારીખ લખવામાં આવી હોય છે. પરંતુ અન્ય ચીજવસ્તુની માફક સ્પષ્ટ નહીં લખી હોવાથી લોકોનું તે તરફ ધ્યાન ખેંચાતું નથી.

સામાન્ય ભૂખ સંતોષવા માટે નાગરિકો જુદી જુદી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવતાં ફ્રૂડ પેકેટમાંથી નાસ્તો આરોગી લેવામાં આવે છે. તેમાંય બાળકો તથા યુવાનોમાં આ બાબત ખાસ જોવા મળે છે. આ ફૂડ પેકેટમાં એક્સપાયરી ડેઇટ લખવામાં નહીં આવતી હોવાના મુદ્દે ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે અમદાવાદ શહેરના ખોરાક અને આષધ નિયમન તંત્ર, કાનૂની માપ વિગ્યાન તંત્રને ફરિયાદ કરી છે.

જેમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેર તથા ગુજરાતમાં અનેક નામાંકિત ફ્રુડ પ્રોડક્ટ કંપની બાલાજી, ગોપાલ દ્રારા ફ્રુડ પેકેટમાં નાસ્તાનું વેચાણ કરવામાં આવે છે. આ કંપનીઓ પૈકી બાલાજી દ્વારા નાસ્તા જેવાં કે સેવ મમરા, મુગની દાળ, આલુ સેવ સહિતની વિવિધ પ્રોડક્ટ છે. તે જ રીતે ગોપાલ નમકીન, પાપડી, ગાંઠિયા, ગોપાલ નમકીન સ્નેક વગેરે ફુડ પેકેટ શહેરથી લઇ ગામડાં સુધી વ્યાપક પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. તેમાં એક્સપાયરી ડેઇટ દર્શાવવામાં આવતી નથી. તેનાથી ફ્રુડ પેકેજીંગમાં કોમોડીટીઝ રૂલ્સ- રેગ્યુલેશનનો ભંગ થાય છે. તેના સ્થાને Best Before Four/One/Three Month From Pegging દર્શાવીને ફ્રૂડ પેકેટ જાહેર જનતામાં ગ્રાહકો પાસેથી અવેજ લઇને વિવિધ ફ્રુડ પ્રોડક્ટનું શહેરથી લઇને ગામડાં સુધી વેચાણ વ્યાપક પ્રમાણમાં છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, Exp. Date ( એક્સપાયરી ડેઇટ )નહીં દર્શાવવાના કારણે ફ્રુડ પ્રોડક્ટ ગ્રાહકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તેની ખબર પડતી નથી. એટલું જ નહીં પરંતુ ગ્રાહકોને ફ્રુડ પ્રોડક્ટની શુધ્ધતાં, ગેરંટી પ્રોડક્ટનો સમયગાળો પણ ખબર પડતો નથી. ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અને સલામતિ માટે એક્સપાયરી ડેઇટ લખવી જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, એક્સપાયરી ડેઇટ નહીં દર્શાવવાના કારણે ગ્રાહકો અંધારામાં રહે છે. તેથીય વિશેષ આ પ્રોડક્ટ કેટલાં દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય તેમ છે તે બાબત સ્પષ્ટ થતી નથી. જેથી આ ફ્રુડ પેકેટ કંપનીઓ સામે કાયદેસરના પગલાં ભરવા અંગે માંગણી કરી છે

(10:27 pm IST)