Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ:15 દિવસમાં 2117 લોકો બેભાન :916 લોકોને ડિહાઈડ્રેશનની અસર

ગરમીને લીધે લૂ લાગવાના,મૂર્છિત થવાના 11766 કેસો : અમદાવાદમા જ 2705 કેસો નોંધાયા

 

અમદાવાદ :રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે ગરમીની અસરને લીધે થતી શારીરિક સમસ્યા  પણ વધી છે ત્વરિત સેવા પ્રાપ્ત કરવા 108 ઇમર્જન્સી સેવાના કોલ્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

  રાજ્યમાં ગરમીને લીધે લૂ લાગવાના, મૂર્છિત થવાના, શરીરમાંથી પાણી ઓછું થઇ જવાના (ડિહાઈડ્રેશન) સહિતની તકલીફો વધી રહી છે. જો આંકડાકીય દૃષ્ટિએતા,10 એપ્રિલથી 25 એપ્રિલ સુધીમા 11766 કેસો નોંધાયા છે. જે પૈકી માત્ર અમદાવાદમા 2705 કેસો નોંધાયા છે. જયારે સમયગાળામાં ગરમીથી 2117 લોકો રાજ્યભરમાં બેભાન થયા હતા.અમદાવાદ શહેરમાં 15 દિવસમા 551 લોકો બેભાન થયા હતા. રાજ્યભરમાં ડિહાઈડ્રેશનના નોંધાયેલા 15 દિવસના 916 કેસો પૈકી અમદાવાદમા 181 કેસો નોંધાયા છે.

(12:29 am IST)