Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ધારાસભ્યપદ નહિ છોડું:જનતાએ મને જીતાડ્યો છે;પાર્ટી ખોટા પગલાં ભરશે તો પરિણામ ભોગવશે : અલ્પેશ ઠાકોરનો હુંકાર

મારે રાધનપુરનો વિકાસ કરવો છે. પાંચ વર્ષ સુધી રહેવું છે.

અમદાવાદ ;ધારાસભ્ય અલ્પેશ ઠાકોરએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા ધારાસભ્યપદ છીનવવા કવાયત હાથ ધરાઈ છે ત્યારે અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે, તેઓ રાધનપુરના ધારાસભ્યપદેથી કોઇપણ ભોગે રાજીનામું આપવાના નથી અને તેમને જનતાએ જીતાડ્યા છે.તેમનું કહેવું છે કે, જો પાર્ટી દ્વારા કોઈ ખોટા પગલાં ભરવામાં આવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે.

 અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે, આખા ગુજરાતમાં તેમને આટલી મદદ કરી. 43 સીટો તો સીધી જીતાડી. મેં પાર્ટીના સભ્યપદ પરથી પણ રાજીનામું નહીં આપેલું. મેં હોદ્દા પરથી રાજીનામું આપ્યું.સાથે જ મેં ધારાસભ્ય પદેથી એટલે રાજીનામું નથી આપ્યું, કેમ કે લોકોએ મને જીતાડ્યા છે અને એ લોકો માટે મારે રાધનપુરનો વિકાસ કરવો છે. પાંચ વર્ષ સુધી રહેવું છે.
   અલ્પેશ ઠાકોરે કહ્યું કે તમે કલ્પના કરો જે માણસે 2017માં કોઇ સ્વાર્થ વગર આટલી વિશાળ તાકાત સાથે પાંચ-પાંચ લોકોને મદદ કરી હોય અને એનું ધારાસભ્ય પદ કેવી રીતે લઇ લેવું? આના પરથી સાબિત થાય છે કે આ લોકોને મારા અને મારા સમાજ માટે કેટલો ખાર હશે

(12:15 am IST)