Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અમદાવાદના રામોલના ગેંગરેપની પીડિતાનું મોત: મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ: બે આરોપીઓની શોધખોળ

પીડિતાને કિડની ઉપર ગંભીર અસર થતાં મોત :મૃતબાળક અવતરતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો

 

અમદાવાદમાં ગેંગરેપની પીડિત યુવતીને સારવાર માટે દાખલ કરાઈ હતી જ્યાં કિડની ઉપર ગંભીર અસર થતાં મોડી રાત્રે મોત થયું હતું. 20 વર્ષીય યુવતી ગર્ભવતી બનતા ગેંગરેપની ઘટના સામે આવી હતી.યુવતીને મૃતબાળક અવતરતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતોયુવતીના મોત બાદ ચિરાગ વાઘેલા અને અંકિત પારેખની ધરપકડ કરાઈ છે બાકીના બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

 

   પોલીસે બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, યુવતીને પહેલા સ્કૂલ ઓફ સાયન્સમાં નોકરી કરતા અંકિત સાથે પરિચય થયો હતો અને પહેલા અંકિતે હવશનો શિકાર બનાવી હતી. અને ત્યારબાદ અંકિત અને ચિરાગે ફરી યુવતીને હવશનો શિકાર બનાવી હતી. ત્યારબાદ હાર્દિક અને રાજ નામના બે મિત્રોએ પણ યુવતીને પીંખી નાખી હતી. હાર્દિક અને રાજ પોલીસ પકડથી દૂર છે

   મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતી યુવતી પર 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાં યુવતીનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. કિડની પર ગંભીર અસર થતાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

    અત્રે ઉલ્લેખનિય છે કે,અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીના મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, આઠેક માસ અગાઉ તેને કોલેજમાં એટીકેટી આવી હતી. જેથી તેના સંપર્કમાં હાર્દીક, અનિકેત, ચિરાગ અને રાજ નામના શખ્સો આવ્યા હતા. ચારે શખ્શોએ યુવતીને એટીકેટીનું ફોર્મ ભરી આપવા અને એટીકેટીમાંથી પાસ કરી આપવાની લાલચ આપી હતી.
  
લાલચ આપી યુવતીને પહેલી વખત કેફી પીણું પીવડાવી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આરોપીઓએ ભેગા મળી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ. દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થતાં મામલો બહાર આવ્યો હતો.

 

(11:55 pm IST)