Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સમરનું ફ્રુટીલિસીયસ ફિયેસ્ટા મેનુ કાફે કોફીએ અંતે લોંચ કર્યું

ઉનાળામાં તન-મનની ઠંડક માટે કાફે કોફીની ઓફરઃ નવું ફિયેસ્ટાનું મેનું ખાસ ફળના મિશ્રણનો ઉપયોગ કરીને, ક્રીમવાળા દૂધ, કોફી અથવા આઇસ બેઝમાં મિશ્રિત છે

અમદાવાદ,તા. ૨૬: હાલમાં ઉનાળાની જોરદાર ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે  ગરમી, તડકાવાળા વાતાવરણ સામે ઠંડા અને ફ્રોસ્ટી સિપ્સની તાજગીભરી રેન્જ સાથે ફળોના તાજગીપૂર્ણ પીણા સાથે કાફે કોફીએ લોકોને ઠંડક આપવાની તૈયારી કરી લીધી છે. ફળો સંપૂર્ણ રીતે ઉનાળાના કૂલર છે અને ફળ આધારિત પીણાઓ ઉનાળાને નાથવાના અનેક શ્રેષ્ઠ માર્ગોમાંનો એક છે. કાફે કોફી દ્વારા આ ઉનાળામાં પોતાનુ નવું ફ્રુટીલિસીયસ ફિયેસ્ટા મેનૂ લોન્ચ કરવામાં આવ્યું છે. જે ચિલ્ડ, સ્વાદિષ્ટ અને પીણાઓની ર્ફ્ટી રેન્જ છે. નવી ફ્રુટીલિશિયસ ફિયેસ્ટાનું ખાસ કરીને વિશિષ્ટ ફળોના મિશ્રણનો ઉપયોગ કરીને, ક્રીમવાળા દૂધ, કોફી અથવા આઇસ બેઝમાં મિશ્રિત કરવામાં આવ્યા છે. નવા ફ્રુટીલિશિયસ ફિયેસ્ટા મેનૂ વિશે વાત કરતા કાફે કોફી ડેના સીઇઓ વેણુ માધવે જણાવ્યું હતું કે, અત્યંત લોકપ્રિય ફ્રેપી ઓફરિંગને વધુ વિસ્તૃત બનાવવામાં આવી છે જેથી બે નવા વેરિયાંટ સાથે અનુકૂળ બનાવી શકાય. અત્યંત સાનુકૂળ ફળ પસંદ કરવાની વાત આવે ત્યારે ફળોના રાજા  આલ્ફોન્સો કેરી સિવાય અન્ય કંઇ જ શ્રેષ્ઠ ન હોઇ શકે. ભારતનો આલ્ફોન્સો કેરી માટેનો પ્રેમ અનંત છે અને હવે કાફે કોફી ડે જ્યુસી તાજગી લાવી રહ્યું છે અને આ આલ્ફોન્સો સ્મૂથી સાથે પોતાના ગ્રાહકોને પોતાના મનગતમા ફળનો આસ્વાદ કરાવશે. આ પીણું હાથથી એકત્ર કરેલ આલ્ફોન્સો કેરી અને દૂધનું સુયોગ્ય મિશ્રણ છે, જેમાં છલોછલ ક્રીમ ભરેલું હોય છે. જ્યારે નવીનીકરણ અને નવા ઇનગ્રેડીયન્ટસને પોતાના મેનૂમાં ઉમેરવાની વાત આવે એટલે કાફે કોફી ડેએ ફરી એક વખત પોતાન માર્ગ કંડાર્યો છે. ફ્રુટીલિશીયસ ફિયેસ્ટા મેનૂ સાથે બ્રાન્ડ ગ્રાકો સમક્ષ યૂઝનું મેજિક પણ રજૂ કરે છે, જે એન્ટીઓક્સીડન્ટ્સથી સમૃદ્ધ એશિયન શ્રેષ્ઠ ફળ છે. ઝીન્ગી યૂઝૂ સ્લશ તમને તાજગીભર્યા મિશ્રણ સાથે યૂઝૂની શ્રેષ્ઠતા પ્રદાન કરે છે. જેમાં દાડમ બોબા પર્લનો શ્રેષ્ઠ ફ્રુટી ફ્લોરિશન માટે છંટકાવ કરવામાં આવે છે જે તેને મોટા પાયે ભારતીય ઉપભોક્તાઓ માટે રજૂ કરવામાં આવેલ સૌપ્રથમ પીણુ છે. સ્વાદિષ્ટ અને તાજગી પણ આપતું હોય તેવી શોધ કરતા ઉપભોક્તાઓ માટે આ એક સંપૂર્ણ પીણુ છે.

કાફે કોફી ડેના ઉપભોક્તાઓ કાયમ માટે બ્રાન્ડની સિગ્નેચર રેન્જ ઓફ ફ્રેપીની આશા રાખતા હોય છે. તેને ધ્યાનમાં રાખતા બે નવા અને આકર્ષક ફ્રેપી વેરિયાંટસને પણ ઉનાળુ મેનૂમાં ઉમેરવામાં આવ્યા છે. તેમાંનું પ્રથમ છે ઝેસ્ટી ઓરેન્જ અને ડેટ ફ્રેપી, જે ક્રંચી બટર કૂકી ક્રમ્બ્સ સાથે ઓરેંજ અને દ્રાક્ષનું જાદુઇ મિશ્રણ છે જેમાં ક્રીમ અને દ્રાક્ષ ભરપૂર ભરેલા હોય છે. તે દૂધ, કોફી અને ફળનું સંપૂર્ણ મિશ્રણ છે અને તેને મોટા ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે. વધુમાં લ્યુશિયસ બનાના કેરામેલ (ટ્રોફી) ફ્રેપી પણ છે, જે એવું પીણુ છે જે તમારા માટે ક્રીમવાળી કોફીસાથે કેળા અને કેરામેલનું ગળ્યુ મિશ્રણ છે. છલોછલ ભરેલા ક્રીમ અને કેરામેલાઇઝ્ડ કેળાની ચિપ્સથી ભરપૂર આ ઠંડુ ફ્રેપીની જોડી પહેલેથી બનેલી છે. રૂ. ૧૮૫થી શરૂ થતુ આ ખાસ મેનૂ દેશભરના કાફે કોફી ડેના દરેક કેન્દ્રમાં ઉપલબ્ધ બનાવાયું છે.

(9:47 pm IST)