Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મહુધાના ચુણેલમાં નજીવી બે પાડોશી બાખડ્યા: દંપતીને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

મહુધા:તાલુકાના ચુણેલ ગામમાં આવેલ સુંદર બજાર વિસ્તારમાં રહેતાં દક્ષાબેન રમણભાઈ પટેલ ગતરોજ બપોરના સમયે પોતાના ઘરમાં કામ કરી રહ્યાં હતાં. તે વખતે પાડોશમાં રહેતાં સૂર્યાબેન સુરેશભાઈ પટેલ અને તેમના પતિ સુરેશભાઈ નરસિંહભાઈ પટેલ તેમના ઘર આગળ આવી ગાળો કેમ બોલો છો તેમ કહી ઠપકો આપવા લાગ્યાં હતાં. ત્યારે અમે ગાળો નથી બોલતાં વાતો કરીએ છે તેમ દક્ષાબેને જણાવતાં સૂર્યાબેન અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. 

જેથી દક્ષાબેને અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા સૂર્યાબેને ઈંટનો ટુકડો લઈ દક્ષાબેનના પતિ રમણભાઈ પર પ્રહાર કર્યો હતો. જેથી તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. જ્યારે સૂર્યાબેન સાથે આવેલ તેમના પતિ સુરેશભાઈએ ઉશ્કેરાઈ જઈ દક્ષાબેનને ગડદાપાટુનો મારમાર્યો હતો. જેથી દક્ષાબેને બૂમાબૂમ કરતાં આસપાસમાં રહેતાં લોકો એકત્રિત થઈ ગયાં હતાં. જેથી બંને જણાં જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. 

(5:34 pm IST)