Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કઠલાલના પોરડામાં સર્જાયેલ બે ગમખ્વાર અકસ્માતમાં બેને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

કઠલાલ: તાલુકાના પોરડા (ભાટેરા) તાબે વાવના મુવાડામાં રહેતાં વિશ્વનાથસિંહ ચીમનભાઈ ગોહેલના કૌટુંબીક ભાઈ ગોવિંદભાઈ છોટાભાઈ ગોહેલ ગત મંગળવારના રોજ પોતાનું મોટરસાઈકલ નં જીજે ૦૭ એએ ૨૫૦૩ લઈ કઠલાલ-કપડવંજ રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન એસ્સાર પેટ્રોલપંપ નજીક માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ વેગનઆર ગાડી નં જીજે ૦૭, ડીબી ૬૬૫૮ ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં ગોવિંદભાઈના મોટરસાઈકલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગોવિંદભાઈ ઈજાગ્રસ્ત બનતાં તેમને સારવાર માટે કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. 

જ્યારે બીજા બનાવમાં સેવાલિયા-ઠાસરા રોડ પર પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ પિયાગો રીક્ષા નં જીજે ૦૭ એટી ૩૪૪૨ ના ચાલકે અચાનક બ્રેક મારતાં માર્ગ પર પાછળ મોટરસાઈકલ લઈ આવી રહેલ દાનાભાઈ કાશીભાઈ ભરવાડ પિયાગો રીક્ષા સાથે અથડાયાં હતાં. આ અકસ્માતમાં દાનાભાઈ ઈજાગ્રસ્ત બનતાં તેઓને સારવાર માટે સેવાલિયા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં દાખલ કરવામાં આવેલ છે. 

(5:33 pm IST)