Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

આંકલાવના ખડોલમાં પોલીસે વિદેશી દારૂના બુટલેગરને ઝડપી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રાખ્યો

આંકલાવ: તાલુકાના ખડોલ ગામે રહેતા અને વિદેશી દારૂનો ધંધો કરતા એક બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરીને અમદાવાદની સેન્ટ્રલ જેલમા મોકલી આપવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર ખડોલ (હ)ટાંકીવાળા ફળિયામાં રહેતો રામાભાઈ મંગળભાઈ સોલંકી છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો અને તેના વિરૂધ્ધ કેસો પણ થયા હતા જેથી તેના વિરૂધ્ધ પાસા હેઠળ ધરપકડ કરવાની એક દરખાસ્ત તૈયાર કરીને પોલીસે જીલ્લા કલેક્ટરને મોકલી આપી હતી. કલેક્ટરે દરખાસ્ત મંજુર કરીને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કરતાં જ આંકલાવ પોલીસે તેને ઝડપી પાડીને પાસાનું વોરંટ બજાવી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેલમાં મોકલી આપ્યો હતો. 

 

(5:29 pm IST)