Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

થરાદ તાલુકામાં દુકાળ જાહેર થતા પશુઓને પૂરતો ઘાસચારો ન મળતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો

થરાદ:તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ તંત્ર દ્વારા પુરતા પ્રમાણમાં પશુપાલકોને ઘાસચારો પુરો પાડવામાં ન આવતાં પશુધન બચાવવા હવાતીયા મારી રહ્યા છે. જ્યારે તંત્ર દ્વારા ઘાસડેપો શરૃ કરવામાં આવ્યા છે. ત્યાં પુરતા પ્રમાણમાં જથ્થો ન પહોંચતાં ખેડૂતોને ઘાસચારો લેવા પણ ધરમધક્કા ખાવા પડે છે. ગામડામાંથી આવતા લોકો દિવસભર બેસી રહી પરત જવું પડે છે. જેમાં ગુરુવારના રોજ ઘાસચારો ન મળતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

થરાદ તાલુકામાં ઘાસચારાની અછતને કારણે ખેડૂતો દ્વારા આજે હોબાળો કરવામાં આવ્યો હતો. થરાદ તાલુકાને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને ખેડૂતો અને પશુપાલકોને ઘાસ આપવામાં આવે ત્યારે થરાદ તાલુકામાં પુરતા પ્રમાણમાં ઘાસચારો ના મળતા અને ઘાસચારાનો જથ્થો ઓછો હોવાને કારણે ખેડૂતોને પુરતો મળતો નથી. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. દૂર દૂર ગામડાથી આવતા ખેડૂતોને ધરમધક્કા ખાવા પડે છે અને આખો દિવસ ખેડૂતોને બેસી રહીને પરત જતા હોય છે. એક તરફ નર્મદાની માઈનોર કેનાલો બંધ છે અને ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી નથી અને સરકારમાંથી પુરતો ઘાસચારો મળતો નથી. સરહદી થરાદ વિસ્તારમાં પશુપાલકો અને ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. ક્યારે પુરતા પ્રમાણમાં ઘાસચારો આપવામાં આવશે ક્યારે ખેડૂતોને ધરમના ધક્કા ખાવાના બંધ થશે? આજે તો ખેડૂતોમાં સરકાર વિરોધી રોષ જોવા મળી રહ્યો છે.

(5:27 pm IST)