Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

RTI હેઠળ ર.પ૦ લાખ અરજીઓઃ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળે તેને શાળા પસંદગીની બીજી તક

રાજકોટ, તા. ૨૬ :. રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને ધો. ૧માં ખાનગી શાળામાં સરકારી ખર્ચે ભણાવવા માટેની ઓનલાઈન અરજી કરવાનો સમય ગઈકાલે પુરો થઈ ગયો છે. ૨૦ દિવસમાં કુલ અઢી લાખ જેટલી અરજીઓ આવી છે. જેમાંથી ૧.૮૬ લાખ વાલીઓએ ફોર્મ જમા કરાવ્યા છે. રાજ્યમાં ૧.૧૭ લાખ જગ્યાઓ છે. પ્રવેશ પ્રક્રિયા હવે શરૂ થશે.

શિક્ષણ વિભાગના વર્તુળોના જણાવ્યા મુજબ પ્રથમ રાઉન્ડમાં જે બાળકને જે શાળામાં એડમીશન મળે ત્યાં તેને એડમીશન લઈ લેવાનુ રહેશે નહિંતર તેનો હક્ક જતો રહેશે. પ્રથમ રાઉન્ડમાં જે બાળકોને પસંદગીની શાળામાં એડમીશન ન મળ્યુ હોય તો તેને ફરી અન્ય શાળાઓ પસંદ કરવાની તક મળશે. આ લાભ માત્ર એડમીશન ન મળ્યુ હોય તેના માટે જ છે. એડમીશન મળ્યા પછી જતુ કર્યુ હોય તેને આવી તક મળશે નહિ.

(4:14 pm IST)