Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

૨૫ મે થી ૪ જૂન વચ્ચે વાવાઝોડુ આવશે

જાણીતા સંશોધનકર્તા ધનસુખ શાહનો નૈઋત્ય ચોમાસાનો વર્તારો : ૧૧મી મે થી દક્ષિણ અરબી સમુદ્રમાં ચોમાસાના કરંટની અસર શરૂ : સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મીની વાવાઝોડાની શકયતા : સને ૨૦૧૯ વિક્રમ સંવત ૨૦૭૫ : ૧૯૪૧ના આગામી નૈઋત્ય ચોમાસાનો વર્તારો

સૌરાષ્ટ્ર વિસ્તારના ૮૦ તાલુકા માટેનું પૂર્વાનુમાન

ચોમાસામાં જ  વધારે વરસાદ વરસે એ કુદરતની અકળ લીલા છે.વૈજ્ઞાનિકો  અને કૃષિકારો આ રહસ્ય  પામવા માટે સદીઓથી અવિરત મથામણ કરી રહ્યા છે. સૂર્યમંડળની દૈનિક  ગતિવિધિ આધારિત ચોમાસા દરમ્યાન સંભવિત  વરસાદી દિવસો તારવવાનું સંશોધન છેલા દાયકાઓથી હાથ ધર્ય્રું છે તે આધારે આ પૂર્વાનુમાન તૈયાર કરવાનો શ્રી ધનસુખ શાહ (ફોન-૦૨૦-૨૫૫૩૬૩૯૮)એ પ્રયાસ કર્યાનું જણાવ્યું છે.

   કેટલીક ચોખવટ : ૧.   જે તે વિસ્તારમાં એક સરખો વરસાદ પડતો નથી . સ્થાનિક ભૂપૃષ્ટ, પવનની ગતિ અને દિશા જેવા પરિબળોને લીધે તેમાં વધદ્યટ જોવા મળે છે. તે હકીકત ધ્યાને લઈ આ પૂર્વાનુમાનનું વિશ્લેષણ કરવું .

૨. આ પૂર્વાનુમાન પ્રસિધ્ધ થયા પહેલાં આશરે બે મહિના અગાઉ તૈયાર થયું હોઈ, ખેડૂતભાઈઓ  અને સાગરખેડૂઓએ   રાજય સરકારશ્રી તેમ જ હવામાન ખાતા તરફથી રોજબરોજ પ્રસિધ્ધ થતી આગાહી અને સૂચનો પણ ધ્યાને લેવા વિનંતી છે.

૩.  આ આગાહી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ઉપયોગી થવા  સંભવ છે.

  પ્રમાણ : (ક) ભારેથી  અતિ ભારે વરસાદ  : નદી નાળા છલકાય, કયાંક કયાંક પુર આવવાની શકયતા કુવામાં પાણીની  સપાટી ઉંચી આવે (૧૫૦ મીમી = ૬'' થી વધુ )(ખ) ભારે વરસાદ : જમીન ધરાઈ જાય. ખેતરોમાં અને રસ્તા ઉપર પાણી વહેવા માંડે.(૭૫ થી ૧૫૦મીમી.= ૩'' થી ૬'' વચ્ચે ) (ગ) માફકસર વરસાદઃ વારો વદાડી, મોલાતને ૮-૧૦ દિવસોનું જીવનદાન મળે ૨૫ થી ૭૫ મીમી = ૧'' થી ૩ વચ્ચે ) (ઘ) સાધારણ : ઝાપટાં કે સરવડા (૨૫ મિમિ.=૧'' અંદર)                

૪. કેટલીક ખુબ જ અગત્યની માહિતી આ સંશોધન દરમ્યાન ધ્યાનમાં આવી છે, તે ખરી ઉતરે છે કે નહીં તે ચકાસવા આહીં આપી છે. તમારા વિસ્તારમાં જે હકીકત બની હોય તે તમારા પુરા નામ, પૂરું સરનામું ખાસ કરીને ગામ, તાલુકો અને જીલ્લાની વિગત સાથે  ઈમેલ કે ટપાલથી મોકલશો તો ભવિષ્યમાં વધુ ચોકસાઈપૂર્વક આગાહી કરી શકું.

(૧) તારીખ ૧૧મી મેથી દક્ષિણ અરબી સમુદ્રમાં ચોમાસાના કરંટની અસર શરુ થાય જે ગોવા કોંકણ , મુંબઈથી આગળ વધતા વધતા દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, અને ઉત્ત્।ર ગુજરાત સુધી તારીખ ૨૫મી મેથી ૪થી જુન વચ્ચે વાવાઝોડામાં પરિવર્તન પામે અને  સારા પ્રમાણમાં વરસાદ પડે જે કયાંક કયાંક પુર લાવે. આ પાણીનો  શકય તેટલો સંગ્રહ કરી લેવા મે મહીનામાં જ આયોજન કરવું  હિતાવહ થશે.

(૨) સપ્ટેમ્બરના  પહેલા અઠવાડિયામાં મીની વાવાઝોડાની શકયતા છે.

 (સુર્યમંડળની ભુકેન્દ્રીય દૈનિક ગતિવિધિ આધારિત સંશોધન અન્વયે)સંશોધન કર્તા : ધનસુખ શાહ ૨૪/૧૧ શિવાજી નગર પૂણે ૪૧૧ ૦૦૫)     

Email: dhansukhs@mail.com

(૩) વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાપીઠ, જૂનાગઢ.        

(4:09 pm IST)