Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મહારાણા પ્રતાપ સ્‍મૃતિ સંસ્‍થાન પ્રેરીત કરીયર એકેડેમી દ્વારા

નિવૃત થતાં નાયબ સચિવ અશોકસિંહ પરમારનો રવિવારે વિદાય સમારંભ

રાજકોટ, તા., ર૬: ગાંધીનગર સચિવાલય ખાતે નાયબ સચિવ તરીકેફરજ બજાવતા અશોકસિંહ પરમાર સેવા નિવૃત થતા મહારાણા પ્રતાપ સ્‍મૃતિ સંસ્‍થાન  પ્રેરીત ક્ષત્રીય કરીયર એકેડમી દ્વારા વિદાય સમારંભ તેમજ સામાજીક સેવા ક્ષેત્રે પુર્ણ સમય પ્રવૃત આવકાર સમારોહ આગામી તા.ર૮ના રવિવારે બપોરના અઢી કલાક હેમુ ગઢવી નાટય ગૃહના મિની થિયેટર ખાતે યોજવામાં આવેલ છે.

મુળ  સુરેન્‍દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના કુકડા ગામના વતની અને ભાવનગરની શામળદાસ કોલેજના નિવૃત પ્રોફેસર તખ્‍તસિંહજી (ગુરૂજી)ના પુત્ર અશોકસિંહ પરમાર એમ.એ.સુધી અભ્‍યાસ પુર્ણ કરી સન ૧૯૮૧માં કસ્‍ટમ એન્‍ડ સેન્‍ટ્રલ એકસાઇઝમાં કલાર્ક તરીકે કારકીર્દીનો પ્રારંભ કર્યા બાદ ટુંકાગાળામાં કસ્‍ટમમાં ઇન્‍સ્‍પેકટર તરીકે પસંદગી પામ્‍યા હતા. ૧૯૮૩ માં ઇન્‍ડીયન આર્મીમાં સેકન્‍ડ લેફટનન્‍ટ તરીકે પસંદગી પામ્‍યા હતા. ૧૯૮૩માં ઇન્‍ડીયન આર્મીમાં સેકન્‍ડ લેફટનન્‍ટ તરીકે પસંદગી પામ્‍યાહતા. તેમજ જીપીએસસી દ્વારા લેવાયેલી પરીક્ષામાં નાયબ સેકશન અધિકારી તરીકે પસંદગી પામતા સર્વિસમાં જોડાયા હતા. નાયબ સેકશન અધિકારી તરીકે કારકીર્દીનો પ્રારંભ કરનાર અશોકસિંહ પરમાર, નાયબ સચિવ સુધીમાં ૧૯૮પ થી ર૦૦૯ દરમિયાન સરકારના મંત્રીઓ ખોડીદાન ઝુલા, શકિતસિંહ ગોહીલ, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, બાબુભાઇ શાહ અને ફકીરભાઇ વાઘેલાના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચુકયા છે. હાલ શહેર વિકાસમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવી રહયા છે.

મહારાણા પ્રતાપ સ્‍મૃતિ સંસ્‍થાન રાજકોટ પ્રેરીત ક્ષત્રીય કરીયર એકેડમી દ્વારા સરકારી સેવા નિવૃત થતા અશોકસિંહ પરમારનો વિદાય સમારંભ તેમજ સામાજીક સેવા ક્ષેત્રે પુર્ણ સમય પ્રવૃત આવકાર સમારોહના રાજય સરકારના મંત્રી ધર્મેન્‍દ્રસિંહ (હકુભા) જાડેજા, ક.કા.ગુ.ગરાસીયા એસોસીએશનના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા અને સંકલ્‍પ શકિતના તંત્રી યશવંતસિંહ રાઠોડના મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે. શહેરના ટાગોર રોડ ખાતે આવેલા હેમુ ગઢવી નાટય ગૃહના મીની થિયેટરમાં આગામી તા.ર૮ને રવિવારે બપોરે ર.૩૦ કલાકે ઉપસ્‍થિત રહેવા ક્ષત્રીય સમાજના ભાઇ-બહેનોને ડો.યોગરાજસિંહ જાડેજા (જાબીડા) દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(4:05 pm IST)