Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અંતે ગુજરાતમાં ઘરેલુ વપરાશની વિજળીના દર ઘટાડ્યા

ગુજરાતમાં વિજળીનાં વપરાશકારમો માટે રાહતનાં સમાચાર આવ્યા છે. તેમજ ગુજરાતમાં ઘરેલુ વપરાશનાં વિજળી કનેકશન માટે રાજય સરકારે યુનિટમાં ભાવ ઘટાડીને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

રાજય સરકાર હસ્તકની ૪ વીજ કંપનીઓના વીજદરમાં ઘટાડો કરીને ગ્રાહકોને રાહત અપાઇ છે. આ સાથે વર્ષ ૨૦૧૯-૨૦માં ચાર વીજ કંપનીઓએ ગ્રાહક વીજબિલના દરમાં વધારો નહીં કરવાનું નક્કી કર્યુ છે. રહેણાંક ગ્રાહક માટે એનર્જી ચાર્જમાં ૫ સ્લેબમાંથી ૧ સ્લેબનો ઘટાડો કરાયો છે. જેમાં ૧૦૧-૨૦૦ ત્યારબાદ ૨૦૧-૨૫૦ અને યુનિટને બદલીને ૧૦૧-૨૫૦ યુનિટનો સ્લેબ કરાયો છે. જેથી ૨૦૧-૨૫૦ યુનિટનો વપરાશ કરનારા ગ્રાહકોને ૧૦ પૈસાની બચત થશે. એક અંદાજ મુજબ આ બચત કુલ ૫.૩૧ કરોડની થશે. જયારે કે ઓપન માર્કેટમાંથી વીજળી ખરીદનારા ગ્રાહકોને પ્રતિ યુનિટ દીઠ રૂ. ૧.૪૭ને બદલે રૂ. ૧.૩૬ ચૂકવવા પડશે.

(3:25 pm IST)