Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ડીસામાં રાજમંદિર સર્કલ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા દંપતી ખંડિત : પત્નીનું કરૂણમોત : પતિ ઘાયલ

ડીસા રાજમંદિર સર્કલ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે અજાણ્યા વાહને અડેફેટે લેતા દંપતી ખંડિત થયું છે અજાણ્યા વાહનને ટક્કરે ત્નીનું મોત થયું હતું. જ્યારે પતિને ઇજા થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે .

   ડીસા રાજમંદિર સર્કલ પાસે દરગાહજી સોલંકી તથા તેમના પત્ની રમીલાબેન પોતાના ઘરેથી ડીસા તરફ આવી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે પત્ની રમીલાબેનનું મોત થયું હતું. જ્યારે દરગાહજીને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

 . અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‌યા હતા ત્યારે હાલ ડીસા દક્ષિણ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે

(11:52 am IST)
  • લોકતંત્ર એક ઉત્સવ છે : ફરી કાશીના લોકોના આર્શીવાદ મળ્યા : વારાણસીમાં ફોર્મ ભર્યા બાદ નરેન્દ્રભાઈનું નિવેદન : કાશીવાસીઓનો માન્યો આભાર access_time 3:04 pm IST

  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST

  • જામનગર- ખંભાળિયા રોડ વચ્ચે વાડીનાર નજીક આવેલ એક મહાકાય કંપનીમાં કોલસા કૌભાંડ અંગે કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાવવા તજવીજ ;જોકે વાડીનાર પોલીસ આ વિષે મૌન સેવી રહયું છે access_time 11:11 pm IST