Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અમદાવાદ એરપોર્ટની કબુતરના ત્રાસથી બર્ડહિટ: 2018માં 85 જેટલા નાના મોટા રેકોર્ડબ્રેક બર્ડહિટ

અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટની ઘટનાઓ વધી રહી છે. વર્ષ 2018માં એરપોર્ટ પર 85 જેટલા નાના-મોટા રેકોર્ડ બ્રેક બર્ડહિટ થયા હોવાનું સામે આવ્યુ છે મુસાફરોની સુરક્ષાને લઇ ડીજીસીએની બર્ડ કંન્ટ્રોલની એક ટીમ અમદાવાદ આવી હતી જેમને સર્વે કરતા એરપોર્ટની આસપાસ કબુતર વધુ હોવાનો રિપોર્ટ કર્યો છે.

 આ પ્રાણી શાંત હોવાથી તે ઝડપી ઉડી શકતુ નથી જેના કારણે બર્ડહિટ થતા હોવાનુ સામે આવ્યુ છે. હાલમાં બર્ડહિટ રોકવા માટે રન-વેની આસપાસ ઝાડનું ટ્રીમીંગ, અંદરના ઘાસનું કટીંગ, તેમજ આસપાસ એંઠવાડ સાફ કરાવવા મ્યુનિ. સાથે સંપર્કમાં તેમજ વન-વિભાગના અધિકારીઓ સાથે રેગ્યુલર મિટીંગ કરી રહ્યા છે

(11:37 am IST)